રેલી પહેલાં કેજરીવાલ વિરૂદ્ધ કોંગ્રેસે ફોડ્યો 'સીડી' બોમ્બ

નવભારત ટાઇમ્સ સમાચાર પત્રના જણાવ્યા અનુસાર લક્ષ્મણ સિંહ તરફથી કહેવામાં આવ્યું હતું કે જો સિટી કોંગ્રેસ ચીફ પુન્ની શુક્લાને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તો કેજરીવાલની રેલીને રદ કરવામાં આવશે. કોંગ્રેસના આ ખુલાસા પર આઇએસીએ સીડીને બનાવટી હોવાનો દાવો કર્યો છે અને ભષ્ટ્રાચારીઓ દ્રારા કરવામાં આવી રહેલી મનગડત કોશિશ ગણાવી છે.
બુધવારે એક પત્રકાર પરિષદમાં જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ આફતાબ હુસૈને રિપોર્ટમાં આ સીટી વહેંચી હતી. ત્યારબાદ પત્રકાર પરિષદમાં આઇએસી કાર્યકર્તાઓએ આ મુદ્દે કોંગ્રેસ વર્કર વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવાની વાત કરી હતી. આઇએસીની સ્ટેટ વર્કિંગ કમીટીના સભ્ય ઓમેન્દ્ર ભારતે સીડીને બનાવટી ગણાવતાં કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલની પ્રતિભાને ખરાબ કરવા આ સીડી બનાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
