કર્ણાટકઃ નકલી ચૂંટણી કાર્ડ મામલે કોંગ્રેસનો સનસનીખેજ ખુલાસો
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે એક ફલેટમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવ્યા તે બાદ ચૂંટણી પ્રક્રિયા પર મોટો સવાલ ઉભો થયો છે. આ ખુલાસા બાદ ચૂંટણી આયોગે સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા જે રીતે એક ફલેટમાં મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળી આવ્યા તે બાદ ચૂંટણી પ્રક્રિયા પર મોટો સવાલ ઉભો થયો છે. આ ખુલાસા બાદ ચૂંટણી આયોગે સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો છે. આ ચૂંટણી કાર્ડ મળ્યા બાદ ભાજપે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે તે ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ કરી રહ્યુ છે. પરંતુ ભાજપના આરોપો પર કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલે દાવો કર્યો છે કે જ્યાં ચૂંટણી કાર્ડ મળી આવ્યા છે તે ભાજપના નેતાનો ફ્લેટ છે.

રણદીપ સૂરજેવાલે કહ્યુ કે ભાજપના નેતાઓનું કહેવુ છે કે એન નંજમૂરીના પુત્ર રાકેશ છે. વળી, ચૂંટણી આયોગનું કહેવુ છે કે તે ફ્લેટ નંબર 115 માં ભાડે રહેતા હતા અને તેમને ભાજપ સાથે કોઈ લેવાદેવા નથી. પરંતુ મારી પાસે 2015ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની આખી યાદી છે અને 16 માં નંબર પર રાકેશનું નામ ભાજપના ઉમેદવાર તરીકે નોંધાયેલુ છે. તે જલહલ્લી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર હતા.
કોંગ્રેસના પ્રવકતાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલા પર પક્ષની વાત રાખતા કેટલાક દસ્તાવેજ પણ બતાવ્યા. જેમાં તેમણે કહ્યું કે આ યાદીમાં ભાજપના ઉમેદવાર મંજૂલા નંજમૂરીનું નામ નોંધાયેલુ છે કે જે એચએમટી વોર્ડમાં ઉમેદવાર હતા અને જલહલ્લીના ફ્લેટ નંબર 115 માં રહેતા હતા. તમને જણાવી દઈએ કે બેંગલુરુ સ્થિત એક એપાર્ટમેન્ટમાં હજારોની સંખ્યામાં નકલી વોટર આઈડી કાર્ડ મળ્યા હતા. જેના બાદ કોંગ્રેસ વિપક્ષના નિશાના પર હતુ. આ ઘટના બાદ ચૂંટણી આયોગે સંમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે.












Click it and Unblock the Notifications
