કોંગ્રેસ પાર્ટી એક રાષ્ટ્રીય સમસ્યા છે : રામદેવ

ramdev
ભુવનેશ્વર, 7 જુલાઇ : યોગ ગુરુ રામદેવે ફરી કોંગ્રેસ પર પ્રહાર કરતા આજે આરોપ લગાવ્યો છે કે મોટા પાયે ફેલાયેલા ભ્રષ્ટાચાર માટે કોંગ્રેસ જવાબદાર છે અને રાષ્ટ્રહિતમાં તેને દેશમાંથી તેને ઉખાડી ફેંકવું જોઇએ.

ઘણા વિસ્તારોમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)ની મંજૂરી માટે તેમણે કોંગ્રેસના નેતૃત્વવાણી યુપીએ સરકારની ટીકા કરી છે અને જણવ્યું છે કે વિદેશોમાં કાણા નાણાંના રૂપમાં એકત્ર થયેલું નાણું હવે એફડીઆઇના માધ્યમથી દેશમાં પાછું આવી રહ્યું છે.

કોંગ્રેસને એક રાષ્ટ્રીય સમસ્યા ગણાવતા બાબા રામદેવે દાવો કર્યો છે કે આઝાદી બાદ મોટાભાગનો સમય કોંગ્રેસે દેશ પર રાજ કર્યો છે અને ભ્રષ્ટાચારને ફેલાવવામાં તેની મુખ્ય ભૂમિકા રહી છે.

ઉત્તરાખંડમાં આવેલી કૂદરતી આપત્તિ સામે નિષ્ફળ જવા બદલ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને પર નિશાનો સાધતા રામદેવે જણાવ્યું કે સંકટના આ સમયમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી વિદેશમાં ઉજવણી કરવામાં વ્યસ્ત હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X