For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપ અને કોંગ્રેસમાં ગઠબંધન નહીં થઇ શકે, સંજય સિંહએ કારણ જણાવ્યું

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની ખબરો પર સંજય સિંહએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય.

|
Google Oneindia Gujarati News

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલા ગઠબંધનની ખબરો પર સંજય સિંહએ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહીં થાય. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ ઘ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે કોંગ્રેસ અંદરખાનેથી ભાજપને ફાયદો પહોંચાડી રહી છે. તેમને એવું પણ કહ્યું કે કોંગ્રેસ અવ્યવહારિક માંગ કરી રહી હતી, જે સંભવ જ નથી. તેવી સ્થિતમાં પાર્ટી એકલા હાથે જ દિલ્હીની 7 સીટો પર ચૂંટણી લડશે. સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંજાબમાં અમારી પાસે 4 સાંસદ અને 20 વિધાયકો છે.

Sanjay Singh

સંજય સિંહ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પંજાબમાં કોંગ્રેસ સીટ શેર કરવા નથી માંગતી. તેવી જ સ્થિતિ હરિયાણા, ગોવા અને ચંડીગઢમાં પણ છે. તેમને આગળ કહ્યું કે દિલ્હીમાં કોંગ્રેસ પાસે કોઈ જ એમએલએ અને એમપી નથી, તેમ છતાં તેઓ ત્રણ સીટોની માંગણી કરી રહ્યા હતા. એટલા માટે ગઠબંધન સંભવ નથી. દિલ્હીમાં જો વર્ષ 2014 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપાએ અહીં બધી જ 7 સીટો પર કબ્જો કર્યો હતો.

આ પણ વાંચો: પીએમની રેસમાં રાહુલ નથી, મને ખબર છે કોણ પ્રધાનમંત્રી બનશેઃ શરદ પવાર

જો વોટ શેરની વાત કરવામાં આવે તો ભાજપનો વોટ શેર 46.63 ટકા હતો જયારે આમ આદમીનો વોટ શેર 33.08 ટકા અને કોંગ્રેસનો 15.2 ટકા વોટ શેર છે. પરંતું જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડે તો તેઓ ભાજપ કરતા પણ વધારે આગળ નીકળી શકે છે.

આ પણ વાંચો: પીએમ મોદીના પાકિસ્તાન સાથે ગાઢ સંબંધો, જીત પર ફૂટશે ફટાકડાઃ કેજરીવાલ

English summary
Congress is not in favour of alliance and it seems they want to benefit BJP: Sanjay Singh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X