પ્રિયંકા ચતુર્વેદીના રાજીનામાં પર કપિલ સિબ્બલનો ચોંકાવનારો જવાબ

લોકસભા ચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસની સ્ટાર મહિલા પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્વારે પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે.

લોકસભા ચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસ પાર્ટીને એક મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસની સ્ટાર મહિલા પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ શુક્વારે પાર્ટીથી રાજીનામુ આપી દીધું છે. પ્રિયંકા ચતુર્વેદીએ 18 એપ્રિલે જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પોતાનું રાજીનામુ આપી દીધું હતું, જેનું અધિકારીક એલાન આજે પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી દીધું. શુક્રવારે સવારે જ તેમને પોતાના ટ્વિટર એકાઉન્ટથી કોંગ્રેસ હટાવી દીધું હતું.

આ પણ વાંચો: પોતાના તર્કોથી લોકોની બોલતી બંધ કરનાર પ્રિયંકા કેવી રીતે બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક

આ મામલો તેમના અને કોંગ્રેસ વચ્ચેનો છે

પ્રિયંકા ચતુર્વેદીના રાજીનામાં અંગે ખબર આવ્યા પછી વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે, ઠીક છે, આ મામલો તેમના અને કોંગ્રેસ વચ્ચેનો છે. હવે કપિલ સિબ્બલની વાતના ઘણા મતલબ લોકો કાઢી રહ્યા છે.

કેમ રાજીનામુ આપ્યું?

કેમ રાજીનામુ આપ્યું?

થોડા દિવસ પહેલા જ પ્રિયંકા ચતુર્વેદીએ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરનાર નેતાઓને પાર્ટીમાં સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટર પર લખ્યુ કે, 'આ જોવુ બહુ દુઃખદ છે કે અમુક ખરાબ આચરણ કરનારા લોકોને કોંગ્રેસમાં પોતાનો લોહી-પરસેવો પાડનાર લોકોની જગ્યાએ વધુ મહત્વ આપવામાં આવી રહ્યુ છે.

પ્રિયંકા ચતુર્વેદીએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું

પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું કે પોતાની પાર્ટી માટે તેમને લોકો તરફથી ફેંકાયેલા પત્થર અને અપશબ્દોની માર સહન કર્યો છે. પરંતુ પાર્ટીની અંદર મારી સાથે દૂર્વ્યવહાર કરનારાઓને, મને ધમકાવનારાઓને કોઈ કાર્યવાહી કર્યા વિના એમ જ છોડવામાં આવી રહ્યા છે, એ જોવુ દૂર્ભાગ્યપૂર્ણ છે.' તેમના આ ટવિટ પછી આજે તેમના રાજીનામાની વાત સામે આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X