For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસની વધુ એક વિકેટ પડી, હિમાંશું વ્યાસ પાર્ટી છોડી બીજેપીમાં જોડાયા!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાનો સમય છે ત્યારે રાજ્યમાં મોટી ઉથવપાથલ જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક મહિનાનો સમય છે ત્યારે રાજ્યમાં મોટી ઉથવપાથલ જોવા મળી રહી છે. એક તરફ બીજેપી-કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો બીજી તરફ બીજેપીના મોટા નેતા જયનારાયણ વ્યાસે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ છે. આ તમામ ઘટનાઓ વચ્ચે હવે કોંગ્રેસના એક મોટા નેતાએ પણ પાર્ટી છોડી બીજેપી તરફ પગ માંડ્યા છે.

Congress

છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાત કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પાર્ટી છોડી ચુક્ય છે ત્યારે હવે કોંગ્રેસના મોટા નેતા હિમાંશુ વ્યાસે પણ પાર્ટીમાંથી રાજીનામું આપી બીજેપીનો ખેસ ધારણ કર્યો છે. હિમાંશુ વ્યાસ કોંગ્રેસ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રભારી સેક્રેટરી હિમાંશુ વ્યાસે પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. હવે તેઓ ભાજપના ટોચના નેતાઓની હાજરીમાં ભાજપણાં જોડાયા છે. તેમને ગુજરાત વિધાનસભા માટે ટિકીટ મળી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપને પણ મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા જય નારાયણ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. ભાજપ છોડવાના કારણમાં તેમણે ક્હ્યું કે, અમારા પ્રમુખે હંમેશા મને ટેકો આપ્યો છે, પરંતુ તેમને નાની-નાની વાતો કરવી મારા માટે યોગ્ય નથી. હું ભવિષ્યમાં પણ ચૂંટણી લડીશ, પરંતુ કેવી રીતે લડીશું તે કાર્યકરો સાથે મળીને વિચારવામાં આવશે.

English summary
Congress leader Himanshun Vyas left the party and joined BJP!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X