For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નગ્માએ પીએમ મોદીના "ચોકીદાર" હોવા પર પ્રહાર કર્યો

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસની સ્ટાર પ્રચારક નગ્માએ પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યો છે. નગ્માએ કહ્યું કે પીએમ મોદીએ કોઈ પણ વર્ગ માટે કઈ નથી કર્યું.

|
Google Oneindia Gujarati News

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસની સ્ટાર પ્રચારક નગ્માએ પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કર્યો છે. નગ્માએ કહ્યું કે પીએમ મોદીએ કોઈ પણ વર્ગ માટે કઈ નથી કર્યું. યુવાનોને નોકરી નથી મળી, બાળકીઓની રક્ષા નથી કરી શક્યા, બેટી બચાઓ બેટી પઢાઓ માટે 56 ટકા ફક્ત વિજ્ઞાપનમાં વાપરી નાખ્યા. તેઓ પોતાની ચેનલ ચલાવી રહ્યા છે, ટિકિટ પર ફોટો લગાવી રહ્યા છે. જો તેઓ ખરેખર ચોકીદાર હોય તો ચેનલ ચલાવવા માટે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે નગ્મા ઉત્તરપ્રદેશના હાપુડમાં ધોળાનામાં ગાઝિયાબાદ લોકસભા સીટથી ઉમેદવાર ડોલી શર્માના પ્રચાર માટે પહોંચી હતી.

આ પણ વાંચો: કોંગ્રેસનો પલટવાર, ઘોષણાપત્રના કવર પર જ દેખાઈ રહ્યો છે બંને પક્ષનો ફરક

નગ્માએ કહ્યું, યુપી પોલીસ નકામી

નગ્માએ કહ્યું, યુપી પોલીસ નકામી

નગ્માએ કહ્યું કે એક હિન્દૂ મહાસભાની મહિલાએ ગાંધીજીની ફોટો પર ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને પોલીસ પકડી શકી ના હતી. યુપી પોલીસ એટલી નકામી છે કે તે કઈ જ નથી કરી શકતી. ઘણા બધા એવા કેસો છે જેમાં પોલીસ કઈ જ નથી કરી શકી, પછી તે લવ જેહાદ હોય કે પછી ઘર વાપસી.

પીએમ મોદીના વચનો જુમલા સાબિત થયા

પીએમ મોદીના વચનો જુમલા સાબિત થયા

યુપીમાં મહાગઠબંધન વિશે જયારે નગ્માને પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય સ્તરની પાર્ટી છે. રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીમાંથી કોઈને પસંદ કરવાના હોય તો, રાહુલ ગાંધીએ જે કહ્યું તે પૂરું કર્યું. પરંતુ નરેન્દ્ર મોદીએ જે પણ કહ્યું તે જુમલા સાબિત થયું.

કઈ જ નથી કરી શક્યા

કઈ જ નથી કરી શક્યા

છેલ્લા 5 વર્ષમાં જે કહ્યું તે કઈ જ નથી થયું પછી તે બુલેટ ટ્રેન બનાવવાની વાત હોય કે પછી નોકરી આપવાની વાત હોય. તેમને કહ્યું કે પીએમ મોદીએ વર્ષમાં 2 કરોડ નોકરીઓ આપવાની વાત કહી હતી, એટલે 5 વર્ષમાં 10 કરોડ નોકરીઓ થવી જોઈએ પરંતુ તેમને જે કહ્યું તે કઈ જ નથી કરી શક્યા.

English summary
congress leader nagma attacks on pm narendra modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X