મોદીના ભ્રષ્ટ મંત્રીની ફરિયાદ લઇને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા કોંગ્રેસીઓ

arjun modhwadia
નવી દિલ્હી, 28 જૂન : ગુજરાતમાં ભ્રષ્ટાચારના મામલામાં કોર્ટ દ્વારા ત્રણ વર્ષની સજા સંભળાવ્યા બાદ પણ બાબુભાઇ બોખીરીયાના મંત્રી બની રહેવા પર વાંધો ઉઠાવી કોંગ્રેસનું એક પ્રતિનિધિમંડળ આજે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળ્યું હતું. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રણવ મુખર્જીને મળીને ગુજરાત કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મામલા સાથે સંકળાયેલ એક આવેદનપત્ર સુપરત કર્યું.

પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસી નેતા શક્તિ સિંહ ગોહિલે રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યું કે 'મોદી સરકારના મોટાભાગના મંત્રીઓની સામે ગૂનાહિત મામલા નોંધાયેલા છે. મોદી અને નૈતિકતામાં કોઇ સંબંધ જ નથી રહી ગયો. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ભક્તચરણદાસે કહ્યું કે રાષ્ટ્રપતિને એક આવેદનપત્ર સુપરત કર્યું છે.'

તેમણે જણાવ્યું કે સંવિધાન અનુસાર કોર્ટ દ્વારા સજા સંભળાવ્યા બાદ લોકસેવકના પદ પર બની રહી શકાય નહીં. ફરી મોદી સરકારમાં બાબુભાઇ બોખીરિયા કઇ રીતે પોતાના હોદ્દા પર બની રહ્યા છે. બાબુભાઇ બોખીરિયાના ગેરકાયદેસરના માઇનિંગમાં સેશંસ કોર્ટે ત્રણ વર્ષની સજા સંભળાવી ચૂકી છે.

દાસે કહ્યું કે શું આના માટે સંવિધાનમાં કોઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંસદમાં ભ્રષ્ટાચારના નામ પર હોબાળો કરનાર ભાજપા સંપૂર્ણ રીતે આમાં લીપ્ત છે, દાસે સવાલ પૂછ્યો કે ક્યાંક મોદી પણ બાબુભાઇ બોખીરિયાના ફાયદામાં ભાગીદાર તો નથીને?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X