• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જયારે કોંગ્રેસી નેતાએ ફૂલ માળાથી સની દેઓલનું સ્વાગત કર્યું

|

પંજાબના ગુરુદાસપુરમાં કોંગ્રેસ નેતાઓએ ભાજપા ઉમેદવાર સની દેઓલનું ફૂલ અને માળાથી સ્વાગત કર્યું. સોશ્યિલ મીડિયા પર જયારે આ ફોટો વાયરલ થવા લાગી, ત્યારે ભાજપાએ કહ્યું કે વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ મોદીના ફેન છે. તેઓ કોંગ્રેસમાં ઘૂંટાઈ રહ્યા છે અને ખુબ જ જલ્દી તેઓ ભાજપ જોઈન કરવા માટે તેમના સંપર્કમાં છે. જયારે કોંગ્રેસી નેતાઓએ કહ્યું કે તેઓ બધી જ પાર્ટીના નેતાઓનું સ્વાગત કરે છે, પરંતુ તેઓ કોંગ્રેસના સાચા સિપાહી છે. વિરોધીઓ કોંગ્રેસથી ગભરાઈ ચુક્યા છે એટલા માટે ખોટો પ્રચાર કરી રહ્યા છે.

જ્યારે સની દેઓલને પૂછ્યું- ક્લાસમાં ભણવામાં ઓછું છોકરીઓમાં વધારે ધ્યાન આપતા?

કોંગ્રેસી છે અને સુનિલ ઝાખડને જીતાડશે

કોંગ્રેસી છે અને સુનિલ ઝાખડને જીતાડશે

વાયરલ થયેલી ફોટો ગુરુદાસપુર જિલ્લાના બટાલા શહેરના કોંગ્રેસી જિલ્લા જનરલ સંકટર અશોક લુથરાની છે મેન બજારમાં લુથરા જવેલર્સ નામનો શૉ રૂમ છે. આ શૉ રૂમ બહાર જ સની દેઓલનું ફૂલ અને માળાઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું, જેની તસવીરો વાયરલ થઇ છે. જયારે લુથરાને આ ફોટો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે તેઓ કોંગ્રેસી છે અને કોંગ્રેસના સુનિલ ઝાખડને જીતાડશે.

શિષ્ટાચાર તરીકે સ્વાગત કરે છે

શિષ્ટાચાર તરીકે સ્વાગત કરે છે

લુથરા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને બજારમાં નિયમ બનાવ્યો છે કે કોઈ પણ નેતા અથવા અભિનેતા આવે ત્યારે શિષ્ટાચાર તરીકે તેઓ તેમનું સ્વાગત કરે છે. એટલા માટે તેમને સની દેઓલનું પણ સ્વાગત કર્યું. ભાજપ જાણીજોઈને ફોટોનો સહારો લઈને કોંગ્રેસમાં તિરાડ પાડી રહી છે, પરંતુ ભાજપનું સપનું ક્યારેય પણ પૂરું નહીં થાય. ભાજપ વાયરલ ફોટોને લઈને દાવા કરી રહી છે કે ઘણા કોંગ્રેસી નેતાઓ ભાજપ જોઈન કરવા માટે તેમના સંપર્કમાં છે.

ગુરદાસપુરમાં રોડ શો

ગુરદાસપુરમાં રોડ શો

સની દેઓલે ગુરદાસપુરમાં પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનની શરૂઆત કરી. સની દેઓલે ગુરદાસપુરમાં એક રોડ શો કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો તેમને જોવા માટે એકઠા થયા. રોડ શો દરમિયાન સની વોટર્સને રિઝવવા માટે પોતાના હાથમાં હેન્ડ પંપ લઈને આવ્યા હતા. જણાવી દઈએ કે પોતાની ફિલ્મ ગદરના એક સીનમાં સની દેઓલે હેન્ડ પંપ ઉખાડ્યો હતો, જે ભારે ચર્ચાનો વિષય હતો. રોડ શો દરમિયાન સની દેઓલે ફિલ્મી અંદાજમાં ડાયલૉગ બોલતા તેમને વોટ આપવાની અપીલ પણ કરી.

lok-sabha-home

English summary
congress leader welcomed bjp candidate sunny deol in gurdaspur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more