હવે રાહુલ બાબાને બચાવવા માટે રણનીતિ પર કોંગ્રેસ નેતાઓનું ફોકસ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

sonia-rahul-14-may
નવી દિલ્હી, 14 મે: સોમવારે એક્ઝિટ પોલ્સના પરિણામ શું આવ્યા, કોંગ્રેસની રણનીતિ તૈયાર થવા લાગી. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા હવે એ વાતની તૈયારી કરી રહી છે કે કેવી રીતે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ખરાબ પરિણામોની તપિશ અને લોકોની ટીકાઓથી બચાવી શકાય.

125 વર્ષ જુની કોંગ્રેસ પાર્ટી કદાચ હવે નેતૃત્વની નબળાઇનો સામનો કરી રહ્યો છે અને આ દરમિયાન એક્ઝિટ પોલના પરિણામ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીની સાથે સાથે રાહુલ ગાંધી પર સવાલ ઉભા કરે છે.

એક્ઝિટ પોલને ખોટો ગણાવવો રણનીતિનો ભાગ
રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રચારનો ચહેરો બનીને ઉભરી હતા અને એક્ઝિટ પોલના પરિણામ જો સાચા સાબિત થયા તો કોંગ્રેસને ઇતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવા માટે મજબૂર થવું પડશે.

2009ની લોકસભા ચૂંટણીમાં 206 સીટો પ્રાપ્ત કરનાર કોંગ્રેસ ફક્ત બેવડી સંખ્યા સુધી પહોંચતી નજર આવી રહી છે. એવામાં બધા વરિષ્ઠ કોંગ્રેસી નેતા એક્ઝિટ પોલને ખોટો ગણાવીને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની સાખને બચાવવામાં જોડાઇ ગયા છે.

હજુ સુધી પણ આશા પણ અમર
વરિષ્ઠ કોંગ્રેસી નેતા સત્યવ્રત ચતુર્વેદીનું આ મુદ્દે કહેવું છે કે ચૂંટણી પરિણામો જે પણ હોય, તેની જવાબદારી પાર્ટી નેતૃત્વ અને બધા કાર્યકર્તાઓની છે. સત્યવ્રત ચર્તુવેદીના અનુસાર પહેલાં પણ જ્યારે-જ્યારે કાર્યકર્તાઓને તેનો શ્રેય આપવામાં આવ્યો છે.

હવે જો પાર્ટીને પરિણામ તેની આશાના અનુરૂપ પ્રાપ્ત ન થયા તો પણ પાર્ટીના નેતૃત્વ અને કાર્યકર્તાઓની જવાબદારી બરાબરીની રહેશે. કોઇને પણ નજર અંદાજ કર્યા વિના આગળ વધવું ઘણું મુશ્કેલ છે.

સોનિયા તૈયાર હારની જવાબદારી માટે!
સત્યવ્રત ચતુર્વેદી પહેલાં પાર્ટીના વરિષ્ઠ નેતા શકીલ અહેમદે કહ્યું હતું કે પાર્ટીના પરિણામ સંપૂર્ણપણે પાર્ટીની જવાબદારી હશે. તો બીજી તરફ કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીને વિશ્વાસ છે કે એક્ઝિટ પોલ જે પણ કહે,16 મે બાદ કોંગ્રેસ જ કેન્દ્રમાં સરકાર બનાવશે.

મનુ સિંઘવીના અનુસાર જો કોંગ્રેસ સરકાર બને છે તો રાહુલ ગાંધી દેશના વડાપ્રધાન હશે. સત્યવ્ર ચતુર્વેદીના અનુસાર આ સત્ય છે કે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી દરમિયાન પ્રચાર અભિયાનનું નેતૃત્વ કર્યું હતું પરંતુ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધી છે. તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ ભાજપના તે નિવેદનને પહેલાંથી જ નકારી કાઢ્યું છે જેમાં પાર્ટી મનમોહન સિંહની કરી હતી.

English summary
Congress leaders are working for cover up to Rahul Gandhi after its possible biggest defeat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X