haryana election result : કોંગ્રેસ નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી હરિયાણાના પરિણામો પર સવાલ ઉઠાવ્યા
haryana election result : હરિયાણામાં ઈવીએમમાં કથિત હેરફેરની ફરિયાદ લઈને કોંગ્રેસ ઈલેક્શન કમિશન પહોંચી છે. આજે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે મુલાકાત કરીને સવાલ ઉઠાવ્યા.
કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં કેસી વેણુગોપાલ, જયરામ રમેશ, પવન ખેડા અને અજય માકન સહિતના નેતાઓ સામેલ હતા. અહીં તેમણે 20 ફરિયાદો કરી છે.

કોંગ્રેસના નેતા પવન ખેડાએ મીડિયા સાથે કરતા જણાવ્યુ કે, અમે આજે ચૂંટણી પંચને જાણ કરી હતી. અમારી પાસે આવેલી લગભગ 20 ફરિયાદોમાંથી 7 લેખિત ફરિયાદોમાં એવા મશીનો હતા જે મતદાનના દિવસે 99% બેટરી દર્શાવતા હતા. અન્ય સામાન્ય મશીનો 60-70% બતાવતા હતા.
તેમણે કહ્યું કે, અમે માગણી કરી હતી કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તે મશીનોને સીલ કરવામાં આવે અને સુરક્ષિત રાખવામાં આવે. અમે ચૂંટણી પંચને કહ્યું છે કે બાકીની ફરિયાદો અમે આગામી 48 કલાકમાં તેમની સમક્ષ રજૂ કરીશું. ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તે જવાબ આપશે.
તેમણે વધુમાં કહ્યું કે ચૂંટણી પંચે અમને ખાતરી આપી છે કે તેઓ આ મામલાની તપાસ કરશે અને દરેક મતવિસ્તારના રિટર્નિંગ અધિકારીઓ સાથે ચર્ચા કર્યા પછી અમને જવાબ આપશે. આ ફરિયાદો 20 વિધાનસભા મતવિસ્તારોની છે.
અમે ચૂંટણી પંચને ફરિયાદોના દસ્તાવેજો સોંપી દીધા છે. આગામી 48 કલાકમાં વધુ 13 વિધાનસભા મતવિસ્તારોની ફરિયાદો ચૂંટણી પંચને સોંપવામાં આવશે.
જણાવી દઈએ કે, હરિયાણામાં એક્ઝિટ પોલ અને લોકોની અપેક્ષા કરતા તદ્દન વિપરીત પરિણામો ઈવીએમમાં ગોટાળા તરફ સંકેત કરે છે. આ જ કારણ છે કે કોંગ્રેસ સતત આ મુદ્દાને ઉઠાવી રહી છે.












Click it and Unblock the Notifications
