ઇનસિક્યોર કોંગ્રેસ બદલશે, ત્રણ રાજ્યોના મુખ્યમંત્રી
નવી દિલ્હી, 20 જૂન: લોકસભા ચૂંટણીમાં મળેલી હારનું ઠીકરું કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીઓ પર ફોડવાની તૈયારી કરી લીધી છે. પાર્ટી આવતા કેટલાંક દિવસોમાં મહારાષ્ટ્ર, હરિયાણા અને અસમના મુખ્યમંત્રીઓને હટાવીને ત્યાં નવા નેતાઓને રાજ્યની કમાન સોંપાઇ શકે છે. અત્રે નોંધનીય છે કે મહારાષ્ટ્ર અને હરિયાણામાં આવનારા કેટલાંક મહિનાઓમાં વિધાનસભા ચૂંટણી પણ આવવાની છે, જેને લઇને પાર્ટી ફેરફારની વધારે અનુભૂતી કરી રહી છે.
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કરારી હારનો સામનો કર્યા બાદ ડેમેજ કંટ્રોલ અંતર્ગત પૃથ્વીરાજ ચૌહાણની ખુરશી જઇ શકે છે. ઘણા સમયથી ચૌહાણ પોતાની કાર્યશૈલીને લઇને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ તેમની સરકારના સહયોગી દળ એનસીપીના નિશાના પર છે. સમાચાર છે કે તેમના સ્થાને પાર્ટી પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવી શકે છે.
આ મુદ્દા પર ગુરુવારે કોંગ્રેસ નેતા એકે એંટની, અહમદ પટેલ અને એનસીપી પ્રમુખ શરદ પવારની વચ્ચે મુલાકાત પણ થઇ. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર પણ ચર્ચા થઇ.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ મહારાષ્ટ્રની સાથે સાથે હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિંદર હુડ્ડા અને અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇને પણ બદલી શકે છે. સામાન્ય ચૂંટણીમાં મળેલી હાર બાદ ગોગોઇએ જાતે જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું પરંતુ કોંગ્રેસ હાઇકમાને ત્યારે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નહી અને તેમણે મુખ્યમંત્રી પદ પર યથાવત રહ્યા હતા.
કયા કયા મુખ્યમંત્રીની જઇ શકે છે ખુરશી...

કોંગ્રેસ બદલશે રાજ્યોના મુખ્યમંત્રી
લોકસભા ચૂંટણીમાં મળેલી હારનું ઠીકરું કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીઓ પર ફોડવાની તૈયારી કરી લીધી છે. આ મુદ્દા પર ગુરુવારે કોંગ્રેસ નેતા એકે એંટની, અહમદ પટેલ અને એનસીપી પ્રમુખ શરદ પવારની વચ્ચે મુલાકાત પણ થઇ. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણી પર પણ ચર્ચા થઇ.

પૃથ્વીરાજ ચૌહાણની ખુરશી જઇ શકે છે
મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં કરારી હારનો સામનો કર્યા બાદ ડેમેજ કંટ્રોલ અંતર્ગત પૃથ્વીરાજ ચૌહાણની ખુરશી જઇ શકે છે. ઘણા સમયથી ચૌહાણ પોતાની કાર્યશૈલીને લઇને માત્ર વિપક્ષ જ નહીં પરંતુ તેમની સરકારના સહયોગી દળ એનસીપીના નિશાના પર છે. સમાચાર છે કે તેમના સ્થાને પાર્ટી પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેને મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનાવી શકે છે.

હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા
હરિયાણાના મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડાને પણ મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવે તેવી સંભાવના છે.

અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇ
અસમના મુખ્યમંત્રી તરૂણ ગોગોઇને પણ બદલી શકે છે. સામાન્ય ચૂંટણીમાં મળેલી હાર બાદ ગોગોઇએ જાતે જ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું પરંતુ કોંગ્રેસ હાઇકમાને ત્યારે તેમના રાજીનામાનો સ્વીકાર કર્યો નહી અને તેમણે મુખ્યમંત્રી પદ પર યથાવત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
