રાજનાથસિંહ બોલ્યા 'કોંગ્રેસ પોતાનો સંયમ ગુમાવી રહી છે'
નવી દિલ્હી, 24 એપ્રિલ: 2જી અને કોલગેટ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ટીકા ટીપ્પણીઓનો દૌર ચાલુ છે. હવે બીજેપી અધ્યક્ષ રાજનાથસિંહે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પોતાનો સંયમ ગુમાવી બેઠી છે.
જોકે રાજનાથસિંહ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની એ ટિપ્પણી પર પ્રહાર કરી રહ્યા હતા જેમાં સોનિયાએ કહ્યું હતું કે જો વિપક્ષ મનમોહનસિંહનું રાજીનામું માગે છે તો માંગવા દો. તેમણે જણાવ્યું કે 'સત્તાપક્ષ પોતાનો સંયમ ખોઇ બેઠો છે. અમે વિપક્ષમાં છીએ અને તેનું દાયિત્વ અદા કરીશું.'
સોનિયા ગાંધી પર નિશાનો સાધતા તેમણે જણાવ્યું કે 'અમારી વાતો તથ્યો પર આધારીત હોય છે. સરકારે પોતાનું સંયમ ના ગુમાવવું જોઇએ. પછી ભલેને મામલો જેપીસીનો હોય કે પછી બીજો કોઇ.'
ઉલ્લેખનીય છે કે કોલસા બ્લોક ફાળવણીમાં અનિયમિતતાને લઇને મંગળવારે સંસદના બંને ગૃહોમાં કામકાજ ઠપ થઇ ગયું હતું. વિપક્ષે આ મુદ્દા પર પ્રધાનમંત્રી મનમોહન સિંહ અને કાનૂન મંત્રી અશ્વિની કુમારનુ રાજીનામુ માગ્યું હતું, જેને કોંગ્રેસે રદીયો આપી દીધો હતો.
સીબીઆઇ રિપોર્ટમાં છેડછાડના મામલે બીજેપી નેતા રવિશંકર પ્રસાદે પીએમના રાજીનામાની સાથે કાનૂનમંત્રીને પણ હટાવવાની માંગ કરી તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમની માંગને ઠુકરાવી દીધી.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ આસામના મતદારોને ચૂંટણીમાં સક્રિયપણે ભાગ લેવા વિનંતી કરી -
Assam Assembly Election 2026: સવારે 11 વાગ્યા સુધીમાં 39% મતદાન થયું -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
પત્રકારની ગેરકાયદેસર અટકાયત અને ત્રાસના આરોપો અંગે NHRCએ ગુજરાતના DGPને નોટિસ ફટકારી -
ભારત યુએન આર્થિક અને સામાજિક પરિષદ સંસ્થાઓમાં ચૂંટાયું -
અસમ, કેરળ અને પુડુચેરીમાં એકસાથે મતદાન, સમજો 296 બેઠકોનું ગણિત -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી









Click it and Unblock the Notifications
