ચૂંટણી પહેલા છત્તીસગઢ કોંગ્રેસમાં મોટા ફેરફારા, દિપક બૈજને રાજ્યની કમાન સોંપી
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની જોડ તોડની રાજનીતિને ટક્કર આપવા માટે કોગ્રેસ તેના રાજ્યોને મજબુત કરી રહી છે. આ ક્રમમાં જ કોંગ્રેસે ચૂંટણી પહેલા મોટો દાવ ખેલ્યો છે અને સંગઠનમાં મોટા ફેરફાર કરતા દિપક બૈજને છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા છે.
આ વર્ષે ચાર રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે તેમાં છત્તીસગઢ પણ એક છે. છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસે હાલમાં જ ટીએસ સહદેવને ડેપ્યુટી સીએમ બનાવ્યા હતા. હવે કોંગ્રેસ હાઈકમાન્ડે છત્તીસગઢ કોંગ્રેસમાં મોટા ફેરફાર કર્યા છે.

રાજ્યમાં સત્તા બચાવવા માટે મેદાનમાં ઉતરનારી કોગ્રેસે છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ મોહન માર્કમને પદ પરથી હટાવીને તેના સ્થાને સાંસદ દિપક બૈજને નવા પ્રદેશ અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.
છત્તીસગઢમાં પાર્ટીની કમાન બસ્તરના સાંસદ દિપક બૈજને સોંપવામાં આવી છે. દિપક બૈજ મોટા આદિવાસી નેતા મનાય છે અને ચૂંટણી પહેલા પીસીસી પ્રમુખની બદલીને રાજકીય રીતે એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
સાંસદ દિપક બૈજ હવે ધારાસભ્ય મોહન માર્કમની જગ્યા લેશે. અહીં પાર્ટી હાઈકમાન્ડે તેમના અત્યાર સુધીના કામની પ્રશંસા કરી છે. જણાવી દઈએ કે વિધાનસભા ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસની આ બીજી મોટી નિમણૂક છે. આ પહેલા વરિષ્ઠ નેતા અને સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહ દેવને રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે સાંસદ દિપક બૈજને છત્તીસગઢ કોંગ્રેસ અધ્યક્ષ બનવા પર અભિનંદન આપ્યા છે. મોહન માર્કમની જેમ દિપક બૈજ પણ આદિવાસી સમુદાયમાંથી આવે છે. દિપક બૈજ બસ્તરના મોટા આદિવાસી ચહેરાઓમાંથી એક છે. દિપક સાંસદ બન્યા પહેલા ઘણી વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. 27 વર્ષની વયે ચૂંટણી જીતીને તે છત્તીસગઢના સૌથી યુવા ધારાસભ્ય પણ રહ્યા છે.












Click it and Unblock the Notifications
