કર્ણાટક ચૂંટણી માટે કોંગ્રેસે જારી કર્યો ઘોષણાપત્ર

આગામી 12 મે ના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યો છે.

આગામી 12 મે ના રોજ યોજાનાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસે ઘોષણાપત્ર જારી કર્યો છે. કોંગ્રેસના આ કાર્યક્રમમાં અધ્યક્ષ રાહુલ ગાંધી, મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત કેબિનેટના ઘણા મોટા નેતા શામેલ થયા. કોંગ્રેસનો ઘોષણાપત્ર મેંગલોરમાં એમજી રોડ સ્થિત ટીએમએ પાઈ કન્વેન્શન હોલમાં જારી કરવામાં આવ્યો. આ દરમિયાન પક્ષના નેતા વિરપ્પા મોઈલીએ કહ્યું કે કોંગ્રેસ પક્ષે સમાવેશી વિકાસ ઉન્મુખ ઘોષણાપત્ર સાથે આવવાના 6 મહિના પ્રયાસ કર્યા છે. અમારી સરકારે અત્યાર સુધી પોતાના દરેક વચનો પૂરા કર્યા છે, આગામી પાંચ વર્ષ પણ આમ જ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકની જનતાના મનની વાતને ધ્યાનમાં રાખીને ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે અમે અહીંના લોકોની વાત સાંભળી છે.

rahul gandhi

રાહુલે કહ્યું કે ભાજપ, આરએસએસનો ઘોષણાપત્ર લાવશે. તેમણે કહ્યું કે કર્ણાટક સરકારનું નેતૃત્વ કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બધા વચનો પૂર્ણ કર્યા છે. અમે ફરીથી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવીએ છીએ કે ઘોષણાપત્રમાં જે કહેવામાં આવ્યું છે તે પૂરુ કરીશું. રાહુલે કહ્યું કે પ્રત્યેક જિલ્લામાં જવા અને કર્ણાટકના લોકોની સાથે બેઠક કરવાના પ્રયાસ માટે મોઈલીનો આભાર વ્યક્ત કરુ છુ. આ ભાજપના ઘોષણાપત્રની વિપરિત છે. તેમના ઘોષણાપત્રમાં આરએસએસ અને રેડ્ડી ભાઈઓના લાભો છૂપાયેલા હશે.

રાહુલ આજે 11 વાગે દક્ષિણ કન્નડ જિલ્લામાં એક બેઠક કર્યા બાદ 1 વાગ્યા પછી જિલ્લાના જ શ્રી ધર્મસ્થળ મંજૂનાથેશ્વર મંદિરમાં જશે. ત્યારબાદ તે કોડાગુ જિલ્લામાં 3.30 વાગે એક સભા કરશે. ત્યારબાદ મૈસૂર જશે અને ત્યાં 6 વાગે એક સભા કરશે. ઉલ્લેખનીય છે કે કર્ણાટક ચૂંટણીમાં મતદાન માટે 15 થી પણ ઓછા દિવસો બાકી રહ્યા છે માટે મોટા પક્ષો મતદાતાઓ પાસે પહોંચવામાં ઝડપ રાખી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X