For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગલુરુઃ ભડકાઉ પોસ્ટના કારણે કોંગ્રેસ MLAના ઘરે તોડફોડ, આગચંપી

કર્ણાટકની રાજધાની બેંંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘરે તોડફોડ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકની રાજધાની બેંંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘરે તોડફોડ કરવામાં આવી છે. અમુક અજ્ઞાત ઉપદ્રવીઓએ તેમના ઘરે તોડફોડ કરી અને આગ લગાવી દીધી. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આખો વિવાદ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ભત્રીજાના કથિત રીતે કરાયેલ એક સોશિયલ મીડિયા પોસ્ટ માટે થઈ છે. ત્યારબાદ મોટી સંખ્યામાં ઉપદ્રવીઓએ જોરદાર હોબાળો કર્યો. હાલમાં ધારાસભ્યના ઘરે વધુ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે.

congress

માહિતી મુજબ કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનીવાસ મૂર્તિના ભત્રીજાની સોશિયલ મીડિયા પર નાખવામાં આવેલી પોસ્ટ બાદ લોકો ભડકી ગયા. તેમનુ કહેવુ હતુ કે આ પોસ્ટે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. મંગળવારે મોડી રાતે અચાનક બેંગલુરુમાં કોંગ્રેસ ધારાસભ્ય શ્રીનિવાસ મૂર્તિના ઘરે ભારે સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. આ દરમિયાન જોરદાર નારેબાજી સાથે અમુક ઉપદ્રવીઓએ ધારાસભ્યના નિવાસ પર તોડફોડ કરી.

હોબાળો વધી જતા તરત જ પોલિસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને સ્થિતિને કાબુ કરવાની કોશિશ સકરી. કોંગ્રેસ ધારાસભ્યના નિવાસ પર થયેલા હોબાળા વિશે કર્ણાટકના ગૃહમંત્રી વસવરાજ બોમ્મઈએ કહ્યુ કે ઉપદ્રવીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યુ કે સમગ્ર મામલાની તપાસ થવી જોઈએ પરંતુ હોબાળો કોઈ પણ વાતનો ઉકેલ નથી. વળી, ધારાસભ્યના ઘરની બહાર વધુ બળ તૈનાત કરાયા બાદ લોકોએ ડીજે હલ્લી પોલિસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન કર્યુ.

આ તરફ ધારાસભ્યના ભાણિયાએ કોઈ પણ વિવાદિત પોસ્ટને કરી હોવાનો ઈનકાર કર્યો છે. તેનુ કહેવુ છે કે તેનુ ફેસબુક અકાઉન્ટ હેક કરવામાં આવ્યુ અને જે પણ વાંધાજનક વાતો લખવામાં આવી તેને એની સાથે કોઈ સંબંધ નથી. વિસ્તારમાં તણાવને જોતા ત્યાં પોલિસ બળ તૈનાત કરી દેવામાં આવ્યુ છે અને સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. વળી, કોંગ્રેસ ધારાસભ્યએ જણાવ્યુ કે તેમણે પોલિસને વાંધાજનક પોસ્ટ નાખનાર પોતાના ભાણિયાની ધરપકડ કરવા કહ્યુ છે.

English summary
Congress MLA house in Bengaluru vandalised due to social media post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X