For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

6 વાર ધારાસભ્ય બનેલા રમેશ કુમાર ત્રીજી વાર ચૂંટાયા વિધાનસભા સ્પીકર

કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારને કર્ણાટક વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. ભાજપ તરફથી પણ પૂર્વ મંત્રી સુરેશ કુમારે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ ધારાસભ્ય કેઆર રમેશ કુમારને કર્ણાટક વિધાનસભાના સ્પીકર ચૂંટવામાં આવ્યા છે. ભાજપ તરફથી પણ પૂર્વ મંત્રી સુરેશ કુમારે આ પદ માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ શુક્રવારે ભાજપના સ્પીકર મામલે પોતાના હાથ પાછા ખેંચી લીધા અને સુરેશ કુમારે નામ પાછુ લઈ લીધુ. ત્યારબાદ રમેશ કુમારને સ્પીકર ચૂંટી લેવામાં આવ્યા. બીએસ યેદુરપ્પાએ સુરેશ કુમારનું નામ પાછુ ખેંચવા અંગે કહ્યુ કે વિધાનસભા સ્પીકર પદની ગરિમા માટે એ સારુ ન ગણાત કે ખેંચતાણ થાય. રમેશ કુમાર આ પહેલા પણ વિધાનસભા સ્પીકર રહી ચૂક્યા છે.

6 વાર વિધાનસભાના સભ્ય

6 વાર વિધાનસભાના સભ્ય

કર્ણાટક વિધાનસભાની શ્રીનિવાસપુર સીટ પરથી તેઓ ધારાસભ્ય ચૂંટાયા છે. 1994 થી 1999 વચ્ચે કે આર રમેશ કુમાર એચડી દેવગૌડા સરકાર અને જે એચ પટેલ સરકારમાં વિધાનસભા સ્પીકરનું પદ સંભાળી ચૂક્યા છે. સિદ્ધારમૈયા સરકારમાં રમેશ કુમાર સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી પણ રહી ચૂક્યા છે. કોંગ્રેસ પક્ષના રમેશકુમાર 6 વાર વિધાનસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે.

રાજકીય સફર

રાજકીય સફર

1978 માં પહેલી વાર રમેશ કુમાર કોંગ્રેસની ટિકિટ પર કર્ણાટક વિધાનસભા ચૂંટણી જીત્યા. કોંગ્રેસ પક્ષના સભ્યના રૂપમાં રાજનીતિની શરૂઆત કરનારા રમેશ કુમાર એંશીના દાયકામાં જનતા પક્ષમાં શામેલ થઈ ગયા હતા. ત્યારબાદ નેવુના દાયકામાં તેમણે જનતા દળમાંથી છેડો ફાડી લીધો હતો. ત્યારબાદ તે કોંગ્રેસમાં પાછા આવી ગયા. જો કે, 1983 માં તે 700 મતોથી ચૂંટણી હારી ગયા હતા.

કોંગ્રેસમા પાછા આવ્યા

કોંગ્રેસમા પાછા આવ્યા

વર્ષ 1985 માં રમેશ કુમાર જનતા પક્ષની ટિકિટ પર ચૂંટણી જીતીને આવ્યા. 1989 માં ફરીથી એક વાર તે ચૂંટણી હારી ગયા પરંતુ જનતા દળની ટિકિટ પર તેમણે 1994 માં જીત મેળવી. વર્ષ 2004 માં કોંગ્રેસની ટિકિટ પર તેમણે ચૂંટણી જીતી પરંતુ 2008 માં તેઓ ફરીથી ચૂંટણી હારી ગયા. વર્ષ 2013 માં તે પાછા ફર્યા અને 3000 મતોથી જીત્યા. વળી, 2018 માં તેઓ 10000થી પણ વધુ મતોથી જીત્યા.

English summary
congress mla kr ramesh kumar elected bas assembly speaker know ramesh kumar profile
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X