'એસી કારની બહાર નથી આવતા કોંગ્રેસના મોટા નેતાઓ'

ગુસ્સે ભરાયેલા સાંસદ સજ્જન સિંહ વર્મા પાર્ટીના નેતાઓ પર તૂટી પડ્યાં. નેતઓની ટીકા કરી અને કાર્યકર્તાઓને એસી ગાડીઓમાં ફરનારા નેતાઓથી બચવાની સલાહ આપી દીધી. તેટલું જ નહીં સજ્જન સિંહ વર્માએ આરએસએસના ઘણા વખાણ કર્યા. સજ્જન સિંહે કહ્યું કે, દિલ્હીમાં બેસેલા કોંગ્રેસ નેતાઓની દુકાનદારી ચાલી રહી છે અને તેને કોઇ કષ્ટ થતું નથી.
આરએસએસના વખાણ કરતા તેમણે કહ્યું કે જો ચૂંટણી જીતવી હોય તો આરએસએસની જેમ કામ કરવું પડશે અને તેમના જેવો જૂસ્સો રાખવો પડશે. આરએસએસના કાર્યકર્તા આજે પણ ચણા ખાઇને મિશન 2014 માટે ગામોમાં નીકળી શકે છે, જ્યારે કોંગ્રેસના નેતાઓ એસીની બહાર આવતા નથી. જ્યાં સુધી કોંગ્રેસના મોટા નેતા જમીની કાર્યકર્તા સાથે વર્તાલાપ નહી કરે ત્યાં સુધી કોંગ્રેસનો માર્ગ કપરો છે. વર્માએ આ વાત મધ્યપ્રદેશના નીમચમાં એક કાર્યક્રમ દરમિયાન કહીં છે.












Click it and Unblock the Notifications
