For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Santokh Singh Chaudhary: ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનુ નિધન

ભારત જોડો યાત્રામાં કોંગ્રેસ સાંસદ સંતોખ સિંહ ચૌધરીનુ નિધન થઈ ગયુ. તેઓ લુધિયાણામાં યાત્રામાં જોડાયા હતા.

|
Google Oneindia Gujarati News

Santokh Singh Chaudhary Passes Away: ભારત જોડો યાત્રામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદ સંતોખ સિંહ ચૌધરીની હાર્ટ એટેક આવવાના કારણે નિધન થઈ ગયુ છે. તેઓ લુધિયાણામાં ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. અચાનક તેમની તબિયત બગડતા તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા. ડૉક્ટરોએ જણાવ્યુ કે હાર્ટ એટેકના કારણે તેમનુ નિધન થયુ છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને સંતોખ સિંહ ચૌધરીના નિધનની જાણકારી આપી અને દુઃખ વ્યક્ત કર્યુ.

antokh Singh Chaudhary

તમને જણાવી દઈએ કે કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલમાં પંજાબમાં ચાલી રહી છે. પંજાબની જલંધર સીટના લોકસભા સાંસદ અને રાજ્ય સરકારમાં ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી સંતોખ સિંહ ચૌધરીએ શનિવારે લુધિયાણામાં ભારત જોડો યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રામાં રાહુલ ગાંધી સાથે ચાલી રહ્યા હતા ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હૉસ્પિટલમાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંતોખ સિંહના નિધન પર ટ્વીટ કરીને ઉંડો શોક વ્યક્ત કર્યો. મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ટ્વિટમાં લખ્યુ છે કે, 'અમારી પાર્ટીના સાંસદ સંતોખ સિંહ ચૌધરીના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ અને આઘાત લાગ્યો છે. તેમનુ નિધન અમારી પાર્ટી અને સંગઠન માટે મોટો આંચકો છે. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર, સમર્થકો અને મિત્રો સાથે છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.'

લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને એક ટ્વિટમાં લખ્યુ, 'હું પંજાબની જલંધર સીટથી કોંગ્રેસના લોકસભા સાંસદ સંતોખ સિંહના નિધન પર શોક વ્યક્ત કરુ છુ. તેઓ તેમના લાંબા જાહેર જીવનમાં જાહેર હિતના મુદ્દાઓ પર હંમેશા અવાજ ઉઠાવતા હતા. ગૃહમાં પોતાની વાત શિસ્ત સાથે રાખવી એ તેમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા હતી. ભગવાન દિવંગત આત્માને શાંતિ આપે. તેમના પરિવારના સભ્યો પ્રત્યે મારી સંવેદના.'

English summary
Congress MP Santokh Singh Chaudhary passes away in Bharat Jodo Yatra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X