ડસોલ્ટ સીઈઓના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસઃ ‘સરકાર ગોટાળાને દબાવી નહિ શકે'

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે પહેલેથી જ નક્કી ઈન્ટરવ્યુ અને નિર્મિત જૂઠ રાફેલના ગોટાળાને દબાવી નહિ શકે.

રાફેલ લડાકુ વિમાન સોદા પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ડસોલ્ટ એવિએશનના સીઈઓનું નિવેદન સામે આવ્યુ છે. રાહુલ ગાંધીના આરોપો પર બોલતા ડસોલ્ટના સીઈઓ એરિક ટ્રેપિયરે કહ્યુ છે કે, અંબાણીને પસંદ કરવા તેમનો નિર્ણય હતો અને રિલાયન્સ સિવાય 30 બીજી આવી કંપનીઓ પણ ભાગીદાર છે.

આરોપોને બકવાસ ગણાવ્યા

આરોપોને બકવાસ ગણાવ્યા

ટ્રેપિયરે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી તરફથી લગાવવામાં આવેલા બધા આરોપોને બકવાસ ગણાવ્યા છે. ટ્રેપિયરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ કે પહેલેથી જ નક્કી ઈન્ટરવ્યુ અને નિર્મિત જૂઠ રાફેલના ગોટાળાને દબાવી નહિ શકે.

ગોટાળાને દબાવી નહિ શકાય

એરિક ટ્રેપિયરના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ, પહેલેથી નક્કી ઈન્ટરવ્યુ અને નિર્મિત જૂઠથી રાફેલ ગોટાળાને દબાવી નહિ શકાય. કાયદાનો પહેલો નિયમ - મ્યુચ્યુઅલ લાભાર્થીઓ અને સહ આરોપીઓના નિવેદનોનું કોઈ મુલ્ય હોતુ નથી. બીજો નિયમ - લાભાર્થી અને આરોપી પોતાના મામલામાં ન્યાયાધીશ ન હોઈ શકે. સત્યને બહાર લાવવાની એક રીત હોય છે.

હું જૂઠ નથી બોલતો

હું જૂઠ નથી બોલતો

ડસોલ્ટના સીઈઓ એરિક ટ્રેપિયરે ઈન્ટરવ્યુમાં કહ્યુ કે અમે ખુદ અંબાણીને પસંદ કર્યા છે. અમારા રિલાયન્સ ઉપરાંત 30 અન્ય પાર્ટનર્સ પણ છે. આ સોદાનું ભારતીય વાયુસેના એટલા માટે સમર્થન કરી રહી છે કારણકે તેમને પોતાની સુરક્ષા માટે ફાઈટર્સ જેટની જરૂર છે. વળી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપો પર એરિકે કહ્યુ કે હું જૂઠ નથી બોલતો. જે મે પહેલા કહ્યુ છે અને જે નિવેદન આપ્યા છે તે સંપૂર્ણપણ સત્ય છે. તમે મારી જગ્યાએ હોત તો જૂઠ ન બોલત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X