કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયા

કોંગ્રેસે જાહેર કરી વધુ એક યાદી, ગુનાથી લડશે સિંધિયા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખી કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધ એક યાદી જાહેર કરી દીધી છે. શુક્રવારે કોંગ્રેસે પોતાના 7 ઉમેદવારોના નામનું એલાન કર્યું. જેમાં મધ્ય પ્રદેશ અને પંજાબની લોકસભા સીટ પર ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે. આ નામોમાં સૌથી મોટું નામ જ્યોતિરાદિત્ય સિંધિયાનું છે. કોંગ્રેસે જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના લોકસભા સીટ પરથી ઉતાર્યા છે. આ યાદીમાં 3 મધ્ય પ્રદેશ, 2 પંજાબ, 1 બિહાર અને 1 જમ્મુ-કાશ્મીરથી ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે.

jyotiraditya scindia

મધ્ય પ્રદેશની વાત કરીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાની સીટ ગુનાથી લડશે. જો કે મુખ્યમંત્રી કમલનાથ ઈચ્છે છે કે તેમને મુશ્કેલ સીટ પરથી ચૂંટણી લડાવવામાં આવે, પરંતુ પાર્ટીએ તેમને સુરક્ષિત સીટ પરથી ઉતાર્યા. કોંગ્રેસે વિદિશાથી શૈલેન્દ્ર પટેલ અને રાજગઢથી મોના સુસ્તાનીને પાર્ટીના ઉમેદવાર બનાવ્યા છે.

જ્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીને પંજાબની આનંદપુર સાહિબ સીટ પરથી ઉતાર્યા છે. જ્યારે સંગરૂરથી કેવલ સિંહ ઢિલ્લનને ટિકિટ મળી છે. બિહારની વાલ્મિકી નગર સીટથી શાશ્વત કેદારને ટિકિટ મળી છે અને જમ્મૂ-કાશ્મીરની લદ્દાખ સીટ પરથી રિગજિન સ્પલબારને ટિકિટ મળી છે.

આ પણ વાંચો- ગુજરાતમાં કોંગ્રેસના 'યુવા ચહેરાઓ'એ કેવી રીતે ભાજપનો રસ્તો સરળ બનાવ્યો? જાણો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X