'આવા હલકા વ્યક્તિને એક સમયે નેતા માન્યા હતા, આના પર હવે શરમ આવે છે', પવન ખેડાએ ગુલામ નબી પર સાધ્યુ નિશાન
કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધ્યુ હતુ.
નવી દિલ્લીઃ કોંગ્રેસના નેતા પવન ખેડાએ એક ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધ્યુ હતુ જેમાં ગુલામ નબી આઝાદે રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસોની મજાક ઉડાવી હતી. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસો પર ગુલામ નબી આઝાદે કહ્યુ, 'તે (રાહુલ ગાંધી) ત્યાં જ જાય છે, જ્યાં અત્યારે ગયા છે, ત્યાં ગયા પછી ગાયબ થઈ જાય છે. બધા જાણે છે, તમે મને કેમ પૂછો છો.'

કોંગ્રેસે એક નિવેદનમાં કહ્યુ કે ગાંધી પરિવાર 23 ઓગસ્ટે સોનિયા ગાંધીની બિમાર માતા પાઓલા માઈનોને મળવા માટે 23 ઓગસ્ટે ઇટલી જવા રવાના થયા હતા જેમનુ 27 ઓગસ્ટે અવસાન થયુ હતુ. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેડાએ ગુલામ નબી આઝાદના નિવેદન પર ટ્વિટ કરીને કહ્યુ કે આવા હલકા માણસને એક સમયે નેતા માન્યા હતા, હવે આના પર શરમ આવે છે.












Click it and Unblock the Notifications
