Congress president election : અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે, સોનિયા ગાંધીની માફી માંગી

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. મીટિંગ બાદ અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મોટી જાહેરાત કરી છે.

Congress president election : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની મુલાકાત સમાપ્ત થઈ ગઈ છે. મીટિંગ બાદ અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે, તેઓ હવે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી નહીં લડે. આ સાથે તેમણે રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી રાજકીય ઘટનાક્રમ માટે સોનિયા ગાંધીની માફી પણ માગી છે.

હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું અધ્યક્ષની ચૂંટણી નહીં લડું

હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, હું અધ્યક્ષની ચૂંટણી નહીં લડું

અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું દાયકાઓથી કોંગ્રેસ પાર્ટીનો નમ્ર કાર્યકર રહ્યો છું. થોડા દિવસ પહેલા જયપુરમાં જે ઘટના બની તેના માટે મેં સોનિયા ગાંધીની માફી માગી છે.

આ ઉપરાંત જ્યારે હું કોચીમાં રાહુલ ગાંધીને મળ્યો હતો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા વિનંતી કરી હતી, તે સમયે તેમણે કહ્યું હતું કે, તેઓ ચૂંટણી નહીં લડે અને તેમણે મને ચૂંટણી લડવાનું કહ્યું હતું, પરંતુ હવે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે હું પ્રમુખની ચૂંટણી લડીશ નહીં.

શું અશોક ગેહલોત મુખ્યમંત્રી રહેશે?

શું અશોક ગેહલોત મુખ્યમંત્રી રહેશે?

ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી સાથે અશોક ગેહલોતની મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી.

આ મીટિંગ વિશે પહેલાથી જ એવીઅટકળો લગાવવામાં આવી રહી હતી કે, આ મીટિંગમાંથી કોઈ મોટા સમાચાર ચોક્કસપણે બહાર આવી શકે છે. આ બેઠક પૂરી થયા બાદગેહલોતે સ્પષ્ટ કર્યું કે, તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં.

આ દરમિયાન તેમણે એમ પણ કહ્યું કે, સોનિયા ગાંધી હવે નક્કી કરશે કેતેઓ રાજસ્થાનના મુખ્યમંત્રી રહેશે કે નહીં. જોકે, હું મુખ્યમંત્રી તરીકે જ રહેવા માંગુ છું.

કોંગ્રેસ અધ્યક્ષના દાવેદાર શશિ થરૂર અને દિગ્વિંજય સિંહ

ઉલ્લેખનીય છે કે, અશોક ગેહલોત મુખ્યમંત્રી રહેશે કે નહીં તે સોનિયા ગાંધી નક્કી કરશે, પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બે દાવેદારો નક્કીકરવામાં આવ્યા છે. તેમાંથી એક નામ શશિ થરૂરનું છે અને બીજું નામ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનું છે, જેઓ શુક્રવારના રોજ ઉમેદવારી નોંધાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X