અરૂણાચલમાં કોંગ્રેસની સ્થિતી નાજુક, એકમાત્ર ધારાસભ્યએ કોંગ્રેસ અધ્યક્ષપદ છોડ્યુ
લોકસભા સાથે સાથે અરૂણાચલ પ્રદેશમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી પહેલા કોગ્રેસને રાજ્યમાં મોટો ઝટકો લાગ્યો છે.
અરુણાચલ પ્રદેશના પૂર્વ સીએમ નબામ તુકીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે શુક્રવારે પોતાનું રાજીનામું AICCને સુપરત કર્યું.

અરુણાચલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ ગ્યામર તાનાએ શનિવારે કહ્યું કે નબામે નૈતિક આધાર પર રાજીનામું આપ્યું છે.
તેમનું રાજીનામું આગામી ચૂંટણી પહેલા આવ્યું છે. જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં કોંગ્રેસના 3 નેતાઓ ભાજપમાં જોડાયા હતા. તુકીએ નૈતિક ધોરણે રાજીનામું આપ્યું કારણ કે તેમના ધારાસભ્યોને ભાજપમાં જોડાતા રોકવામાં અસમર્થ રહ્યાં.
નબામ તુકી પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અને રાજ્યમાં એકમાત્ર બાકી રહેલા ધારાસભ્ય છે. નબામ તુકી નવેમ્બર 2011 થી ફેબ્રુઆરી 2016 સુધી સીએમ હતા અને ત્રણ દાયકા (6 વખત) અરુણાચલ પ્રદેશના પાપુમ પારે જિલ્લાના સાગલી વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું.
જણાવી દઈએ કે વર્ષ 2019માં અરુણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 4 બેઠકો જીતી હતી. પરંતુ હવે રાજ્યમાં કોંગ્રેસ પાસે માત્ર 1 ધારાસભ્ય બચ્યો છે. લોમ્બો તાયેંગ, જેમને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્ય પક્ષના નેતા બનાવ્યા હતા તેઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.
ગયા અઠવાડિયે લોમ્બો તાયેંગ સાથે કોંગ્રેસના બે ધારાસભ્યો નિનોંગ એરિંગ અને વાંગલિન લોઆંગડોંગ ભાજપમાં જોડાયા હતા. તેમની સાથે એનપીપીના 2 ધારાસભ્યોએ પણ ભાજપનું સભ્યપદ લીધું છે.
બીજેપીમાં જોડાવાથી વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 57 થઈ ગઈ છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની છાવણીમાં અન્ય પક્ષોના નેતાઓનું આગમન દર્શાવે છે કે આ વખતે પણ રાજ્યમાં ભાજપની સ્થિતિ મજબૂત છે.












Click it and Unblock the Notifications
