Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દુબઈમાં બોલ્યા રાહુલ ગાંધી- ભારતમાં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યા

ભારતમાં આજે બેરોજગારી સૌથી મોટી સમસ્યાઃ રાહુલ ગાંધી

દુબઈઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસીય દુબઈના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે એક કાર્યક્રમમાં ભાલ લઈ કેટલાક મુદ્દા પર પોતાની વાત રાખી હતી. રાહુલ ગાંધીએ લોકોને સંબોધિત કરતા કહ્યું કે યૂએઈ અને ભારતના લોકોને એક સાથે લાવનાર મૂલ્ય વિનમ્રતા અને સહનશીલતા છે. વિવિધ વિચારો, ધર્મો અને સમુદાયો માટે સહિષ્ણુતા છે. મને કહેતા બહુ દુખ થઈ રહ્યું છે કે ઘર પરત જવા પર આ સાઢા ચાર વર્ષની સહિષ્ણુતા છે.

rahul gandhi

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં આજે સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. જેને આપણે ગંભીરતાથી લેવી જોઈએ. આપણે દુનિયાના બાકી ભાગને દેખાડવાની જરૂરત છે કે ન માત્ર અમે બેરોજગારીને હરાવી શકીએ છીએ બલકે ચીનને પણ પડકાર ફેંકી શકીએ છીએ. માત્ર એમ માનીને આપણે ભારત જેવા દેશને ક્યારેય ન ચલાવી શકીએ કે માત્ર એક વિચાર સાચો છે અને બાકી બધી વસ્તુ ખોટી છે. આજે મારા પ્રિય દેશ ભારતને રાજનૈતિક કારણોથી વિભાજીત કરવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે જ્યારે રાહુલ ગાંધી દુબઈ પહોંચ્યા તો એરપોર્ટ પર તેમનું જબરદસ્ત સ્વાગત થયું. એપોર્ટ પર રાહુલ-રાહુલના નારા લગાવવામાં આવ્યા. એટલું જ નહિ એરપોર્ટ પર હાજર કાર્યકર્તાઓ રાહુલ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે રાહુલ ગાંધી દુબઈ ઉપરાંત અબુધાબી પણ જશે. જ્યાં તેઓ વિદ્યાર્થીઓ સિવાય ઉદ્યોગપતિઓને પણ સંબોધિત કરશે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીનો આ પ્રવાસ ખાસ માનવામાં આવી રહ્યો છે. કેમ કે રાહુલ ગાંધી જ્યાં પણ જઈ રહ્યા છે ત્યાં મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

આ પણ વાંચો- ઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જી

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X