For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈંગ્લિશમાં એક લાઈન પણ બોલી શકતા નથી પીએમ મોદીઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ફરીથી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ ફરીથી એકવાર પીએમ મોદી પર હુમલો કર્યો છે. મમતા બેનર્જીએ કહ્યુ કે પીએમ મોદી ઈંગ્લિશમાં એક લાઈન પણ સરખી રીતે બોલી શકતા નથી. મમતા બેનર્જીએ કહ્યુ કે તે જ્યારે પણ બોલે છે તો ટેલીપ્રોમ્પ્ટરમાં જોતા રહે છે. તેમણે કહ્યુ કે પીએમ બહુ ભાષણ આપે છે પરંતુ તે સરખી રીતે અંગ્રેજી બોલી શકતા નથી. મમતા બેનર્જીના આ નિવેદનનો ઉલ્લેખ એક બંગાળી વેબસાઈટમાં કરવામાં આવ્યો છે.

mamta banerjee

મમતા બેનર્જીએ કહ્યુ કે આખી મીડિયા આ વાત જાણે છે, બધા જાણે છે. તે સ્ક્ન તરફ જોતા રહે છે અને જે પણ બોલવાનું હોય છે, ઈંગ્લિશમાં બોલે છે. તે એવી રીતે બોલે છે જેમ અંગ્રેજી ભાષા ફ્લુઅન્ટ છે. પરંતુ અમારે આમ નથી કરવુ પડતુ. મમતા બેનર્જી ઘણી વાર પીએમ મોદીની ટીકા કરતા રહે છે.

પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલી આયુષ્માન યોજનાને પણ તેમણે બંગાળમાં બંધ કરવાનું એલાન કર્યુ છે. મમતા બેનર્જીનો આરોપ છે કે કેન્દ્ર સરકાર આ મામલે રાજનીતિ કરી રહી છે. મમતાનું કહેવુ હતુ કે ભાજપના લોકો બંગાળના દરેક ઘરમાં ચિઠ્ઠી મોકલી રહ્યા છે જેમાં તેમનો ફોટો છે અને કમળનું નિશાન છે. તેમણે કહ્યુ કે જો પાર્ટીના નિશાનની ચિઠ્ઠી મોકલી રહ્યા છે તો સ્કીમના 40 ટકા રાજ્ય સરકાર કેમ ભરે.

આ પણ વાંચોઃ 'ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છેઆ પણ વાંચોઃ 'ધ એક્સિડેન્ટલ...' માં વાજપેયીની ભૂમિકા ભજવનાર કોઈ એક્ટર નહિ ચાવાળો છે

English summary
Mamata banerjee says PM Narendra Modi can't speak a line in English properly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X