For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી ભૂલ નહિ, જનતા પર આક્રમણ હતુઃ રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે નોટબંધી પર પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં નોટબંધી પર વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ.

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે નોટબંધી પર પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં નોટબંધી પર વાત કરતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધ્યુ. રાહુલે કહ્યુ કે, પીએમ મોદીએ કહ્યુ હતુ કે નોટબંધીથી ભ્રષ્ટાચાર ખતમ કરી દેશે, કાળુ નાણુ પાછુ આવી જશે. આજે નોટબંધી પર સરકારનો રિપોર્ટ આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે બધા પૈસા પાછા આવી ગયા છે. પરંતુ આ નોટબંધીનું કોઈ પરિણામ ના નીકળ્યુ. પીએમ મોદી જનતાને જવાબ આપે.

rahul gandhi

પીએમ મોદી દેશની જનતાને બતાવે કે તેમણે નોટબંધીનો નિર્ણય કેમ લીધો. રાહુલ ગાંધીએ અમિત શાહ પર ગંભીર આરોપ લગાવ્યો. રાહુલે કહ્યુ કે અમિત શાહ જે બેંકના ડાયરેક્ટર છે તે બેંકમાં નોટબંધી દરમિયાન 700 કરોડ રૂપિયાની કિંમતની જૂની નોટો બદલવામાં આવી. નોટબંધી એક સ્કેમ છે. દેશના 10-15 અમીરોના અને મોટા ભ્રષ્ટાચારીઓના કાળા નાણાં સફેદ કરવા માટે નોટબંધી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃBIMSTEC: પીએમ મોદીના મહત્વના નિર્ણય પર ચીનની નજર, જાણો હકીકતઆ પણ વાંચોઃBIMSTEC: પીએમ મોદીના મહત્વના નિર્ણય પર ચીનની નજર, જાણો હકીકત

પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે નોટબંધી ભૂલ નહોતી, તે જનતા પર એક આક્રમણ હતુ. રાફેલ મુદ્દે સરકારને ઘેરતા રાહુલ ગાંધીએ ઘણા સવાલ ઉઠાવ્યા. રાહુલે કહ્યુ કે પીએમ મોદીએ અનિલ અંબાણીને ફાયદો કરાવવા માટે રાફેલ ડીલ પર સંયુક્ત સંસદીય કમિટી બનાવવાની માંગ પર કોઈ જવાબ ના આપ્યો પરંતુ જેટલીજી બ્લોગ પર લખી રહ્યા છે. અનિલ અંબાણી અને નરેન્દ્ર મોદીજી વચ્ચે શું ડીલ છે એ જણાવવામાં આવે.

આ પણ વાંચોઃ ભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થઆ પણ વાંચોઃ ભીમા કોરેગાંવઃ શું છે નજરકેદ, ટ્રાંઝિટ રિમાન્ડ.. જેવા શબ્દોનો અર્થ

English summary
congress president rahul gandhi press conference on demonetisation and rafale deal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X