For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીના સમર્થનમાં વિજય ચોક સુધી માર્ચ કાઢશે કોંગ્રેસ, સજાને લઈને રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની તૈયારી

|
Google Oneindia Gujarati News
congress

Congress March: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'મોદી સરનેમ'વાળા માનહાનિ કેસમાં સુરતની કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. રાહુલ ગાંધીની સજાના વિરોધમાં હવે કોંગ્રસ રસ્તા પર ઉતરી આવ્યુ છે અને આ મામલે અન્ય પક્ષો સાથે ભારતના રાષ્ટ્રપતિને મળવાનો નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવવાના વિરોધમાં કોંગ્રેસ વિજય ચોક સુધી માર્ચ કાઢશે.

રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા બાદ મુખ્ય વિપક્ષી પાર્ટીએ જન આંદોલનની જાહેરાત કરી હતી અને કહ્યુ હતુ કે તે આ કેસને માત્ર કાયદાકીય રીતે જ નહીં પરંતુ રાજકીય રીતે પણ લડશે. આ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યુ કે, 'આ મુદ્દે અમે સોમવારે દિલ્લી અને અન્ય રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરીશું. મોદી સરકારની બદલો અને ધાકધમકીનુ રાજકારણનુ આ બીજુ મુખ્ય ઉદાહરણ છે. અમે કાયદાકીય અને રાજકીય બંને રીતે લડીશુ. અમે આ પ્રકારની રાજનીતિથી ઝૂકીશું નહીં કે ડરીશુ નહીં અને તેને મુખ્ય રાજકીય મુદ્દામાં ફેરવીશુ.

B'day: બૉલિવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી પાસે છે કરોડોની સંપત્તિ, જાણો તેની વાર્ષિક આવકB'day: બૉલિવુડના સીરિયલ કિસર ઈમરાન હાશમી પાસે છે કરોડોની સંપત્તિ, જાણો તેની વાર્ષિક આવક

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમના નિવાસસ્થાને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોની બેઠક બોલાવી હતી, જ્યાં એક કલાકની ચર્ચા પછી, તેઓએ શુક્રવારે વિજય ચોકમાં વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય લીધો છે. વેણુગોપાલે એએનઆઈને કહ્યુ કે, 'અમે પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યુ છે. જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનો સવાલ છે, આ નિર્ણય ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ હતો. અમે કોંગ્રેસ પાર્ટી માટે એકતા કૂચ કરીશુ. અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાતની માંગ કરી રહ્યા છીએ.'

વેણુગોપાલે કહ્યુ કે આ મુદ્દો રાહુલ ગાંધીના કારણે નથી. દેશનુ વાતાવરણ આવુ છે માટે આ છે. તમામ વિરોધને દબાવવામાં આવી રહ્યો છે. મને ખુશી છે કે પક્ષો એકતા બતાવી રહ્યા છે. કોર્ટનો નિર્ણય 'ખોટો અને અસમર્થ' હોવાનો દાવો કરીને કોંગ્રેસે એમ પણ કહ્યુ કે તે આ નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારશે.

નેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ 'પરિણીતા'ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનુ નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેરનેશનલ અવૉર્ડ વિનર ફિલ્મ 'પરિણીતા'ના ડાયરેક્ટર પ્રદીપ સરકારનુ નિધન, ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

એઆઈસીસીના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યુ હતુ કે પાર્ટી સવારે અન્ય વિપક્ષી નેતાઓ સાથે બેઠક કરશે અને સંસદ ભવનથી વિજય ચોક સુધી વિરોધ કૂચ કરશે. વિરોધ પક્ષોએ પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસે શુક્રવારે બપોરે મામલો ઉઠાવવા માટે સમય માંગ્યો છે. તેમણે કહ્યુ કે 'આ મામલો માત્ર કાનૂની મુદ્દો નથી પરંતુ દેશમાં લોકશાહીના ભવિષ્ય સાથે જોડાયેલો ગંભીર રાજકીય મુદ્દો પણ છે.'

ફિલ્મના સેટ પર અક્ષય કુમાર સાથે બની મોટી દૂર્ઘટના, એક્શન સીન શૂટ કરતી વખતે થઈ ગંભીર ઈજાફિલ્મના સેટ પર અક્ષય કુમાર સાથે બની મોટી દૂર્ઘટના, એક્શન સીન શૂટ કરતી વખતે થઈ ગંભીર ઈજા

તમને જણાવી દઈએ કે સુરત જિલ્લા અદાલતે ગુરુવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને તેમની કથિત 'મોદી અટક' ટીપ્પણી અંગે દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારી છે. બાદમાં તેમને કોર્ટમાંથી જામીન પણ મળી ગયા હતા. સુરત જિલ્લા કોર્ટના વકીલે જણાવ્યુ હતુ કે, 'કોર્ટે 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી છે અને રાહુલ ગાંધીને જામીન આપ્યા છે.'

World Tuberculosis Day 2023: ફેફસાને પ્રભાવિત કરતી ગંભીર, ચેપી અને ઘાતક બિમારી ટીબીનો ઈતિહાસWorld Tuberculosis Day 2023: ફેફસાને પ્રભાવિત કરતી ગંભીર, ચેપી અને ઘાતક બિમારી ટીબીનો ઈતિહાસ

English summary
Congress protest against Rahul Gandhi's conviction, march to Vijay Chowk.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X