For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધીમાં નોકરીઓ જતી રહી, હવે આરક્ષણથી શુ થશે: કોંગ્રેસ

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણો ને 10 ટકા આરક્ષણ આપવાના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું કે હવે જયારે નોકરીઓ જ નથી રહી તો આ નિર્ણય એક જુમલા સિવાય બીજું કઈ જ નથી.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણો ને 10 ટકા આરક્ષણ આપવાના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું કે હવે જયારે નોકરીઓ જ નથી રહી તો આ નિર્ણય એક જુમલા સિવાય બીજું કઈ જ નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા કેબિનેટના નિર્ણય પર કહેવામાં આવ્યું કે ગયા વર્ષોમાં કરોડો લોકોની નોકરીઓ ચાલી ગઈ તે પહેલા નોટબંધી ઘ્વારા પણ નોકરીઓ ગઈ. તેવી સ્થિતિમાં આરક્ષણનો શુ ફાયદો થશે.

આ પણ વાંચો: મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો

રોજગાર ક્યારે મળશે?

રોજગાર ક્યારે મળશે?

સુરજેવાલે કહ્યું કે 24 લાખ કરતા પણ વધારે પદો ખાલી છે જેને ભરવામાં નથી આવ્યા. અમે ગરીબોને આરક્ષણ આપવાના હકમાં છે, ગરીબો માટે લેવામાં આવેલા બધા જ પગલાંનું અમે સમર્થન કરીશુ. પરંતુ અગત્યનો સવાલ છે કે આખરે રોજગાર ક્યારે મળશે.

ચૂંટણીમાં 100 દિવસ બાકી છે

ચૂંટણીમાં 100 દિવસ બાકી છે

સુરજેવાલે કહ્યું કે ભાજપ સરકારે સતત રોજગાર અને રોટી છીનવી છે. દેશના યુવાનો મોદીજીને પૂછી રહ્યા છે કે તેમને ક્યારે રોજગાર મળશે. નોકરીમાં આરક્ષણ આપવાને સિવાય તેઓ રોજગાર ક્યારે આપશે? ચૂંટણીમાં 100 દિવસ બાકી છે ત્યારે મોદીજીને આર્થિક રીતે ગરીબ લોકોની યાદ આવી. દેશના ગરીબ લોકોની પ્રગતિ માટે અમે રાજનૈતિક વિરોધીઓનું પણ સમર્થન કરીશુ. એવું કરીને અમે ગરીબો સાથે ઉભા રહીશુ.

10 ટકા આરક્ષણ

10 ટકા આરક્ષણ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે. બિનેટ મિટિંગમાં આર્થિક રૂપે પછાત સવર્ણો માટે 10 ટકા આરક્ષણ પર મુહર મારી છે. આ નિર્ણય પછી આરક્ષણ કોટા 49 ટકા થી વધીને 59 ટકા થઇ ગયું છે. કેન્દ્રીય કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિક્ષા અને નોકરીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે.

English summary
Congress reaction over govt decision 10 percent reservation for forward caste
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X