For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RSS ના કાર્યક્રમમાં રાહુલ ગાંધી જશે કે નહિ, કોંગ્રેસે આપ્યો જવાબ

દિલ્હીમાં આવતા મહિને યોજાનાર આરએસએસના સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ અપાયાની વાતને પક્ષે સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં આવતા મહિને યોજાનાર આરએસએસના સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ અપાયાની વાતને પક્ષે સંપૂર્ણપણે કાલ્પનિક ગણાવી છે. કોંગ્રેસે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, 'દિલ્હીમાં આવતા મહિને યોજાનાર આરએસએસ સંમેલનમાં રાહુલ ગાંધીને કોઈ આમંત્રણ તેમને હજુ સુધી મળ્યુ નથી. જો આરએસએસ રાહુલ ગાંધીને કાર્યક્રમમાં આમંત્રણ મોકલશે તો પક્ષ આ અંગે કંઈ કહી શકશે.'

સંપૂર્ણપણે કાલ્પનિક મામલો

સંપૂર્ણપણે કાલ્પનિક મામલો

આ બાબત અંગે પત્રકારોના સવાલો પર કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યુ, ‘હું કાલ્પનિક અને અંદાજો લગાવવાના સવાલોનો જવાબ નથી આપતો. હાલમાં આ સંપૂર્ણપણે કાલ્પનિક બાબત છે. જો આરએસએસ પ્રમુખ મોહન ભાગવત તરફથી તેમના ત્રિદિવસીય સંમેલનમાં શામેલ થવા માટે રાહુલ ગાંધીને આમંત્રણ મળશે તો પક્ષ જરૂર તે બાબતે પ્રતિક્રિયા આપશે. હુ સ્પષ્ટ રીતે તમને કહેવા માંગુ છુ કે અમને હજુ સુધી કોઈ આમંત્રણ મળ્યુ નથી.'

આ પણ વાંચોઃફાઈનલમાં હારીને પણ પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો સિલ્વર મેડલઆ પણ વાંચોઃફાઈનલમાં હારીને પણ પી વી સિંધુએ રચ્યો ઈતિહાસ, મેળવ્યો સિલ્વર મેડલ

સંઘનું ‘ભારતકા ભવિષ્ય' સંમેલન

સંઘનું ‘ભારતકા ભવિષ્ય' સંમેલન

વાસ્તવમાં સોમવારે સૂત્રોના હવાલાથી સમાચાર આવ્યા હતા કે દિલ્હીમાં 17-19 સપ્ટેમ્બરે યોજાનાર આરએસએસના સંમેલનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે. આરએસએસ પ્રવકતા અરુણ કુમારે સોમવારે જણાવ્યુ કે 17 થી 19 સપ્ટેમ્બર સુધી દિલ્હીમાં સંઘનું એક સંમેલન ‘ભારતકા ભવિષ્ય' આયોજિત કરવામાં આવશે. તેમણે જણાવ્યુ કે આ કાર્યક્રમમાં બધા રાજકીય પક્ષોને આમંત્રણ મોકલવામાં આવશે. આ પહેલા હાલમાં જ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નાગપુરમાં આરએસએસના કાર્યક્રમમાં શામેલ થયા હતા જે અંગે કોંગ્રેસમાં ઘણુ ઘમાસાણ થયુ હતુ.

‘મુસ્લિમ બ્રધરહુડ' થી સંઘની તુલના

‘મુસ્લિમ બ્રધરહુડ' થી સંઘની તુલના

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીએ આરએસએસ પર હુમલો કરતા તેની તુલના અરબ દેશોના સુન્ની ઈસ્લામી સંગઠન ‘મુસ્લિમ બ્રધરહુડ' સાથે કરી હતી. લંડનમાં એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યુ હતુ, ‘બંને સંગઠનોની સ્થાપના 1920 ના દશકમાં થઈ હતી. બંને સંગઠન બંધારણીય સંસ્થાઓ પર કબ્જો કરવામાં વિશ્વાસ રાખે છે. બંને સંગઠન ચૂંટણી પ્રક્રિયાને સંસ્થાઓ પર કબ્જો કરવાના રૂપમાં જુએ છે.' રાહુલ ગાંધીના આ નિવેદન અંગે ભાજપે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમની માફીની માંગ કરી હતી.

આ પણ વાંચોઃમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છેઆ પણ વાંચોઃમારી દીકરીઓ બહાર નીકળતા ડરે છે, આઝમ ખાને એસિડ ફેંકવાની ધમકી આપી છે

English summary
Congress Responds on RSS invite to Rahul Gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X