2009માં સરકાર બનાવવી કોંગ્રેસની મોટી ભૂલઃ જનાર્દન દ્વિવેદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરીઃ લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે. પાર્ટી જાણે છે, તેમની પાસે આ વખતે લોકોની સામે રજૂ કરવા માટે કોઇ ઉપલબ્ધિ નથી. તેવામાં કોંગ્રેસની સામે મોટી ચૂંટણી છે. કહીં શકાય કે આ વખતે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે સૌથી કપરી ચૂંટણીમાની એક છે.

janardan-dwivedi-6
આ વચ્ચે કોંગ્રેસના પાર્ટી મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ માન્યુ છે કે 2009માં ગઠબંધનની સરકારનું નેતૃત્વ કરી કોંગ્રેસે ભૂલ કરી છે. જનાર્દન દ્વિવેદીએ જાણ્યું કે ગઠબંધની સરકાર ચલાવવી એક મજબૂરી છે. પાર્ટીની ભૂલનો સ્વિકાર કરતા તેમણે માન્યુ કે તેમણે ચૂંટણી બાદ વિપક્ષમાં બેસવું જોઇતું હતું. આ પહેલા આવનારી ચૂંટણી પછી તે પોતાની શક્તિએ સરકાર બનાવવાની સ્થિતિમાં હોત.

એક ઇન્ટરવ્યુમાં જનાર્દન દ્વિવેદીએ કહ્યું કે, 2004ની સરખામણીએ 2009ની ચૂંટણીમાં જનતાનું અધિક સમર્થન મળ્યા બાદ એ સારુ રહેત કે કોંગ્રેસ સરકાર ના બનાવત. જો કોંગ્રેસ 2009માં એક સારા વિપક્ષની ભૂમિકા નિભાવત તો તેની પાસે આ ચૂંટણીમાં વિકલ્પ સારું હોત. તેમણે કહ્યું કે કોંગ્રેસને ગઠબંધનની સરકાર બનાવવાના બદલે વિપક્ષમાં બેસવું જોઇતુ હતુ. ખાસ વાત એ છે કે તેનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાર્ટી ગઠબંધનની સંભાવનાઓથી ઝઝૂમી રહી છે.

English summary
Janardhan Dwivedi said Congress should have sat in Opposition so that it could be in a position to form a government on its own after coming polls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.