1 ફેબ્રૂઆરીએ બજેટ બહાર પાડવા બદલ વિપક્ષી દળોની રાષ્ટ્રપતિ, ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ

Written By:
Subscribe to Oneindia News

દેશના 5 રાજ્યોમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર તરફથી 1 ફેબ્રૂઆરી, 2017ના રોજ અગ્રિમ બજેટ રજૂ થનાર છે, આ નિર્ણયના વિરોધમાં વિપક્ષી દળો રાષ્ટ્રપતિ અને ચૂંટણી પંચ પાસે પહોંચ્યા છે. વિપક્ષી દળોનું કહેવું છે કે કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે તો તેનાથી આગામી ચૂંટણીઓમાં કેન્દ્ર સરકારને મદદ મળશે. આ બાબતે કોંગ્રેસ સહિત 6 વિપક્ષી દળોએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી તથા ભારતીય ચૂંટણી પંચને પત્ર લખ્યો છે.

opposition

આ પત્રમાં તેમણે લખ્યું છે કે, અગ્રિમ બજેટ રજૂ કરવાથી કેન્દ્ર સરકારને આગામી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે, કેબિનેટ કમિટિ ઓફ પૉર્લિયોમેન્ટ્રિ અફેર્સ દ્વારા મંગળવારે આગામી બજેટ સત્ર અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જે અનુસાર બજેટ સત્ર 31મી જાન્યૂઆરીથી શરૂ થનાર છે.
કેહવાઇ રહ્યું છે કે, 1 ફેબ્રૂઆરી, 2017ના રોજ નવું બજેટ રજૂ કરવામાં આવશે. આ વખતે બજેટ 3 અઠવાડિયા આગળ રજૂ થાય એવી સંભાવના છે. મોટેભાગે દર વર્ષે ફેબ્રૂઆરી માસના ત્રીજા અઠવાડિયા બાદ બજેટ રજૂ કરવામાં આવતું હતું. બજેટમાં પહેલા રેલ બજેટ, ત્યાર બાદ આર્થિક સર્વેક્ષણ અને છેલ્લે જનરલ બજેટ રજૂ કરવામાં આવે છે.

અહીં વાંચો - 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની થઇ જાહેરાત

વિપક્ષી દળોએ પત્ર લખીને સંયુક્ત રૂપે એનડીએ સરકારની નિયત પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે, સરકાર આ બજેટ દ્વારા ચૂંટણીઓ પહેલાં લોકો માટે લોભામણી સ્કિમની ઘોષણા કરી શકે છે. આ રીતે તેઓ મતદારોને પ્રભાવિત કરી શકે છે, માટે કેન્દ્ર સરકારને અગ્રિમ બજેટ રજૂ કરતાં રોકવી જોઇએ. વિપક્ષી દળોએ વર્ષ 2012નું ઉદાહરણ આપતાં કહ્યું કે, યૂપીએ સરકારે તે વર્ષે 16 માર્ચે બજેટ રજૂ કર્યું હતું, કારણ કે તે વર્ષે પણ 5 રાજ્યોમાં ચૂંટણી થનાર હતી. વિપક્ષી દળો દ્વારા લખવામાં આવેલા આ પત્રમાં રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદ, સીપીઆઇ એમ થી રાજ્યસભા સાંસદ સીતારામ યેચુરી, સમાજવાદી પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ તથા જનતા દળ યૂનાઇટેડના સાંસદ શરદ યાદવે પણ હસ્તાક્ષર કર્યા છે.

English summary
Congress, SP, CPM write letter to president of india, CEC, Don’t advance Budget will help bjp?
Please Wait while comments are loading...