કોંગ્રેસ પ્રવક્તા વિકાસના મર્ડરની સીસીટીવી ફૂટેઝ સામે આવી
હરિયાણાના ફરીદાબાદમાં આજે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
હરિયાણાના ફરીદાબાદમાં આજે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના ફરિદાબાદના સેક્ટર 9 માં એશિયન હોસ્પિટલના ક્લિનિકની છે. હવે આ ઘટનાની એક સીસીટીવી ફૂટેઝ સામે આવી છે. વિકાસ ચૌધરીને અજ્ઞાત બદમાશો ઘ્વારા તે સમયે ગોળી મારવામાં આવી, જયારે તેઓ આજે સવારે જિમમાં પહોંચ્યા હતા. તેમના પર બે બદમાશોએ 8 થી 10 રાઉન્ડ ગોળીબાર કર્યો. ઘટનાના કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી મળી શકી. ગોળી વાગ્યા પછી તેમને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ઉપચાર દરમિયાન તેમની મૌત થઇ ગઈ.
આ પણ વાંચો: ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અરવિંદ પાંડેના નાના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

હુમલો કરનાર સફેદ રંગની ગાડીમાં આવ્યા હતા
સામે આવેલી સીસીટીવી ફૂટેઝમાં જોઈ શકાય છે કે આજે સવારે વિકાસ ચૌધરી પોતાની કારથી જિમ પહોંચ્યા હતા. વિકાસ ગાડીને જિમ તરફ પાર્ક કરી જ રહ્યા હતા ત્યારે પાછળથી એક કાર રોકાય છે. તેમાંથી બે લોકો બહાર આવી રહેલા દેખાય છે. તેઓ કાર પાસે પહોંચે છે કે અને તેમના પર ઘણા રાઉન્ડ ફાયર કરે છે. ત્યારપછી બદમાશો કારમાં બેસીને ફરાર થઇ જાય છે. હુમલો કરનાર સફેદ રંગની ગાડીમાં આવ્યા હતા.

તેમના પર કુલ 10 થી 12 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા
બદમાશોએ વિકાસની ગાડી પર બંને તરફથી ગોળીઓ વરસાવી. ગોળીઓ તેમના ગળા અને છાતીમાં વાગી છે. તેમના પર કુલ 10 થી 12 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા. ગોળી વાગ્યા પછી તેમને તરત નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
|
કોંગ્રેસે કહ્યું, હરિયાણામાં જંગલરાજ
આ ઘટનાની નિંદા કરતા કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે, 'ભાજપા રાજમાં પ્રદેશ ગુંડારાજ અને સંગઠિત અપરાધનું ગઢ બની ગયું છે. કાનૂન વ્યવસ્થા નષ્ટ થઇ રહી છે. આ મામલે ખટ્ટર સરકાર દોષી છે. વિકાસ ચૌધરી હત્યા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને સરકાર આરોપીઓને સજા અપાવે.












Click it and Unblock the Notifications
