For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તરાખંડના શિક્ષણમંત્રી અરવિંદ પાંડેના નાના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરમાં મંગળવારે મોડી રાતે એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના ફરીદપુરમાં મંગળવારે મોડી રાતે એક દુઃખદ દૂર્ઘટના બની ગઈ. ઉત્તરાખંડ ગદરપુરના ભાજપ ધારાસભ્ય તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી અરવિંદ પાંડેના નાના પુત્ર અંકુર પાંડે અને તેમના પારિવારિક મિત્ર મુન્ના ગિરીનું મોત થઈ ગયુ. દૂર્ઘટનાની સૂચના પર પહોંચેલી પોલિસે બંનેના શબને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા. વળી, ગંભીર રીતે ઘાયલ એક યુવકને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો છે.

arvind pandey

માહિતી અનુસાર દૂર્ઘટના મંગળવારે મોડી રાતે બરેલીના ફરીદપુર પોલિસ સ્ટેશન વિસ્તારના લખનઉ હાઈવે પર થઈ છે. અહીં પૂર ઝડપે એક ટ્રક અને કારની ટક્કર થઈ ગઈ હતી. આ દૂર્ઘટનામાં અંકુર ખરાબ રીતે ઘાયલ થઈ ગયો ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. અહીં ઈલાજ દરમિયાન અંકુરે દમ તોડી દીધો. દૂર્ઘટનાં અંકુરના સાથી મુન્નાનું પણ મોત થઈ ગયુ છે. હાલમાં અંકુરના શબને તેમના નિવાસ ગૂલરભોજ (ઉધમસિંહ નગર) લાવવામાં આવી રહ્યો છે.

આ તરફ પુત્રના મોતની સૂચના બાદ મંત્રી અરવિંદ પાંડે પણ ગૂલરભોજ માટે રવાના થઈ ગયા છે. મૃતક અંકુર અપરિણીત હતા. તેમના મોત બાદ ઘર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો. સવારથી શોક વ્યક્ત કરવા માટે આવાસ પર લોકોની ભીડ થવી શરૂ થઈ ગઈ. જણાવવામાં આવ્યુ કે અંકુર પાંડેની અંત્યેષ્ટિ ગૂલરભોજ સ્મશાન ઘાટ પર આજે સવારે કરવામાં આવશે.

આ પણ વાંચોઃ BJP-TMC ટકરાવઃ નમાઝ પર ભાજપનો વિરોધ, કાર્યકર્તાઓએ રસ્તા પર કર્યા હનુમાન ચાલીસાના પાઠઆ પણ વાંચોઃ BJP-TMC ટકરાવઃ નમાઝ પર ભાજપનો વિરોધ, કાર્યકર્તાઓએ રસ્તા પર કર્યા હનુમાન ચાલીસાના પાઠ

English summary
ankur pandey death in road accident
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X