5 રાજ્યોમાં મહાપરાજય, લોકસભામાં માત્ર 100 બેઠકોમાં સમેટાશે કોંગ્રેસ
ભોપાલ, 29 ઓક્ટોબર: યોગગુરુ બાબા રામદેવ ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના સમર્થક મનાઇ રહ્યા છે. અત્યાર સુધી માત્ર કોંગ્રેસ પર તીખા પ્રહાર કરી રહેલા બાબા રામદેવે પહેલીવાર ભારતીય જનતા પાર્ટી પર એટેક કર્યું છે.
કોંગ્રેસની સાથે સાથે ભાજપને પણ લપેટતા બાબાએ જણાવ્યું કે બંને પાર્ટિઓમાં ગંદગી છે, પણ ભાજપ રાષ્ટ્રીય નેતૃત્વ આ ગંદકીને ખતમ કરવા માટે તત્પર છે રામદેવ આ દિવસોમાં મધ્ય પ્રદેશના પ્રવાસ પર છે. તેઓ ઠેરઠેર યોગ દીક્ષા અને મતદાતા જાગૃતિ શિબિર આયોજિત કરી રહી રહ્યા છે.

કોંગ્રેસની સામે બોલતા તેમણે જણાવ્યું કે પાંચ રાજ્યોમાં થવા જઇ રહેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મહાપરાજય પ્રાપ્ત થશે અને 2014ની લોકસભા ચૂંટણીમાં પણ તે માત્ર 100 બેઠકોમાં જ સમેટાઇ જશે.












Click it and Unblock the Notifications
