For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UP Assembly Election 2022: સ્ક્રીનિંગમાં પાસ થવા પર જ કોંગ્રેસની ટિકિટ મળશે, ઉમેદવારોનું ઈન્ટર્વ્યૂ લેવાશે

UP Assembly Election 2022: સ્ક્રીનિંગમાં પાસ થવા પર જ કોંગ્રેસની ટિકિટ મળશે, ઉમેદવારોનું ઈન્ટર્વ્યૂ લેવાશે

|
Google Oneindia Gujarati News

આગામી વિધાનસભા ચૂંટણી 2022માં કોંગ્રેસ આ વખતે કંઈક અલગ કરવા જઈ રહી છે. ઉમેદવારોને મેદાનમાં ઉતારતા પહેલાં કોંગ્રેસ તેમનું ઈન્ટર્વ્યૂ લશે. જેમાં પાસ થવા પર જ ટિકિટ આપવામાં આવશે. કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટી શુક્રવારે અને શનિવારે પ્રયાગરાજમાં રહેશે. તેઓ સિવિલ લાયન્સ સ્થિત એક હોટલમાં ટિકિટ માટે દાવેદારી કરનારાઓને અમુક સવાલો પૂછશે. જે બાદ કમિટી બંધ લિફાફામાં સ્ક્રીનિંગનું પરિણામ પાર્ટી હાઈકમાનને મોકલશે. જ્યાંથી ઉમેદવારોના નામ પર અંતિમ મોહર લાગશે.

UP Assembly Election 2022

68 લોકોએ ટિકિટ માટે દાવેદારી કરી

અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ પહેલીવાર ટિકિટ માંગનારાઓ પાસેથી અરજી માંગી. સાથે જ દાવેદારો પાસે પાર્ટી ફંડમાં 11 હજાર રૂપિયા જમા કરાવ્યા. અરજીની અંતિમ તારીખ 15 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી. આ દરમિયાન પ્રયાગરાજની 12 વિધાનસભા સીટોથી કુલ 68 લોકોએ ટિકિટ માટે દાવેદારી કરી છે. જેમાં 10 મહિલાઓ અને બાકીના પુરુષો છે. આ તમામે પાર્ટી ફંડમાં ધનરાશિ પણ જમા કરાવી દીધી છે.

શહર ઉત્તરીથી મુકુંદ તિવારીએ અરજી કરી

શહર ઉત્તરીથી માત્ર કોંગ્રેસ નેતા મુકુંદ તિવારીએ ટિકિટ માટે અરજી કરી છે. કોંગ્રેસ જિલ્લાધ્યક્ષ સુરેશ યાદવે જણાવ્યું કે અરજીની પ્રક્રિયા પૂરી થયા બાદ હવપે સ્ક્રીનિંગ કમિટી શુક્રવારે અને શનિવારે શહેરમાં રહેશે. આ કમિટી ટિકિટ માંગનાર તમામ દાવેદારોને ઈન્ટર્વ્યૂ લેશે. આ કમિટીમાં વર્ષા ગાયકવાડ, પ્રદીપ નરવાલ અને બાજીરાવ ખાડે સામેલ છે. ઈન્ટર્વ્યૂ બાદ સીલબંધ લીફાફામાં પ્રસ્તાવિત નામોની યાદી હાઈકમાનને મોકલવામાં આવશે.

આ મહિલાઓએ દાવેદારી કરી

ફાફામઉથી ખુશનુમા ફારુકી, સોરાંવથી ગીતા ભારતીયા, ફૂલપુરથી સિંધૂ સિંહ અને શદફ ફાત્મા, મેજાથી માધવી, શહેર પશ્ચિમીથી રજિયા સુલ્તાન અને હર્ષિતા અરોડા, શહેર દક્ષિણીથી અંજુમ નાજ અને અલ્પના નિષાદ તથા બારાથી મંજૂ સંતે ટિકિટ માંગી છે. શહેર ઉત્તરી, પ્રતાપપુર, હંડિયા, કરછના અને કોરાંવથી એકેય મહિલા ઉમેદવારોએ અરજી કરી નથી.

English summary
congress will conduct interview for candidates who wish to contest up assembly election 2022
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X