ગેરંટી યોજનાઓ અને કાઉન્ટર સ્ટ્રેટર્જી સાથે કોંગ્રેસ મોરચો ખોલશે, જાણો શું છે નવી રણનીતિ?
મોદી સરકારની લોકશાહી વિરોધી નીતિઓ સામે કર્ણાટક અને હિમાચલ પ્રદેશમાં જીત બાદ કોંગ્રેસને બીજેપી સામે લડવાની ગુરૂચાવી મળી ગઈ હોય એવુ લાગી રહ્યું છે. હવે કોંગ્રેસે બીજેપીને ટક્કર આપવા માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે.
અહેવાલો અનુસાર, કોંગ્રેસે આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓ માટે ગેરંટી યોજનાઓ પર પુરૂ જોર લગાવ્યુ છે. કોંગ્રેસ હવે આ યોજનાઓને હિમાચલ પ્રદેશ અને કર્ણાટક સહિતના રાજ્યોમાં લાગુ કરવા જઈ રહી છે.

સમાચારો અનુસાર, કોંગ્રેસના મોટા નેતાઓ આવનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ગેરન્ટેડ સ્કીમ્સ સાથે લોકો સમક્ષ આવવા જઈ રહ્યા છે. આ સમાચાર કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી એક મોટી બેઠકમાંથી સામે આવ્યા છે.
બેઠક બાદ એ વાતની પુષ્ટિ થઈ છે કે, ગેરંટી યોજનાઓ દ્વારા તમામ નેતાઓએ જનતાની વચ્ચે જઈનેકોંગ્રેસે તેના સમગ્ર કાર્યકાળ દરમિયાન દેશ માટે શું કર્યું તેની જાણકારી આપશે. આની શરૂઆત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેલંગાણાથી કરી દીધી છે.
તેલંગાણા યોજાયેલી રેલીમાં કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ભાષણમાં ઘણા મોટા સંકેત આપ્યા છે. આનાથી એ વાતનો અંદાજ લગાવી શકાય છે કે આગામી લોકસભા ચૂંટણીમાં કોગ્રેસની શું રણનીતિ હશે.
તેલંગાણામાં યોજાયેલી કોંગ્રેસની રેલીમાં બે બાબતો પર ભાર મૂકવામાં આવ્યો. આમાંથી એક બાબત ગેરંટી સ્કીમ હતી. આ સ્કીમના સહારે જ કર્ણાટકમાં કોંગ્રેસે બીજેપીને હરાવીને બહાર કરી દીધી.
અહીં જે બીજી બાબત પર ભાર મુકાયો તે છેલ્લા 50 વર્ષથી વધુ સમયથી કોંગ્રેસના શાસનમાં દેશને શું મળ્યું તેની સંપૂર્ણ વિગતો હતી. મલ્લિકાર્જુન ખડગેએ તેલંગાણામાં પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં કોંગ્રેસની ગેરંટી યોજનાઓ જમીન પર લાગુ થઈ રહી છે.
ખડગેએ કહ્યું કે, સરકારની રચના પહેલા તેમના નેતાઓએ આપેલી બાંહેધરી વાસ્તવિકતામાં ફેરવાઈ રહી છે. તેમણે તેલંગાણાના લોકોને પણ વિવિધ ગેરંટી યોજનાઓનું વચન આપ્યું.
મલ્લિકાર્જુન ખડગેના આ ભાષણ બાબતે રાજકિય વિશ્લેષકો કહે છે કે, કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષના ભાષણ પરથી એક વાત જાણવા મળી રહી છે કે તે આગામી દિવસોમાં ક્યા મુદ્દાઓ પર રાજકીય મેદાનમાં ઉતરવાના છે. જે રીતે બીજેપીએ કોંગ્રેસ પર તેના શાસનકાળમાં કંઈ ન કર્યું હોવાનો આરોપ લગાવી રહી છે ત્યારે હવે કોંગ્રેસે આવી ભીડભરી રેલીઓ અને જાહેર સભાઓમાં તેનો સામનો કરવા સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
રાજકીય વિશ્લેષકો અનુસાર, કોંગ્રેસ છેલ્લા કેટલાક સમયથી પોતાની મોટી રેલીઓમાં અને મોટા નેતાઓના માધ્યમથી પોતાના શાસનકાળમાં શું કર્યું તેનો પ્રચાર કરી રહી છે. કોંગ્રેસના નેતાઓએ જે રીતે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યની ઉપલબ્ધિઓ ગણાવવાનું શરૂ કર્યું છે તે દર્શાવે છે કે આગામી ચૂંટણીમાં કઈ વ્યૂહરચના હેઠળ રાજકીય મેદાનમાં ઉતરવાના છે.
વિશ્લષકો અનુસાર, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં જ નહીં કોંગ્રેસે દેશના અલગ-અલગ રાજ્યોમાં પોતાના રાજસ્થાન મોડલનો પ્રચાર કરી રહી છે. પાર્ટી સાથે જોડાયેલા એક વરિષ્ઠ નેતા અનુસાર, કોંગ્રેસની યોજના એવી છે કે જો બીજેપી આવા મુદ્દાઓ પર તેને ઘેરશે તો આ મુદ્દાઓની વાસ્તવિકતા જણાવીને ભારતીય જનતા પાર્ટીની રણનીતિને જનતા સમક્ષ ઉજાગર કરાશે.
આ સિવાય કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા અનુસાર, આગામી થોડા દિવસોમાં કોંગ્રેસની સિદ્ધિઓનો સંપૂર્ણ હિસાબ જનતા સમક્ષ મૂકવામાં આવશે.












Click it and Unblock the Notifications
