For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ફોલોઅર બન્યા કોંગ્રેસ, અમિત શાહના માર્ગે મિસ્ત્રી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

madhusudan
લખનઉ, 10 જુલાઇ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભાજપની ચુંટણી કમાન સંભાળી રહ્યાં છે. તેમના અંગત માનવામાં આવતાં અમિત શાહને તેમને સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. અમિત શાહે નરેદ્ર મોદીના આદેશનું પાલન કરતાં યુપીમાં ચૂંટણી બ્યૂગલ ફૂંકી દિધું છે.

પોતાના ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં અમિત શાહે લખનઉ-ફૈજાબાદ થઇને ગોરખપુરની મુસાફરી કરનાર પાર્ટી માટે જનાદેશ જોડવા માટેની કવાયત શરૂ કરી દિધી છે. અમિત શાહને જોતાં હવે કોંગ્રેસે પણ તેમના પગલે ચાલવાનું મન બનાવી લીધું છે. તેમના રસ્તે સફર શરૂ કરનાર કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી મધુસુદન મિસ્ત્રી લખનઉ પહોંચ્યા છે.

લખનઉમાં કોંગ્રેસના જોન આઠનું ઉદઘાટન કરવાની કાર્યકર્તાઓને તેમને વાત કહી હતી. લખનઉ બાદ તે બુધવારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડૉ. નિર્મલ ખત્રી સાથે ફૈજાબાદ માટે રવાના થશે. જ્યાં તે જોન છના કાર્યાલયનું ઉદઘાટન કરશે. ફૈજાબાદ પછી તેમના ચૂંટણી અભિયાન માટે ગોરખપુર માટે રવાના થશે. અહી જોન પાંચના કાર્યાલયનું ઉદઘાટન કરશે.

જો કોંગ્રેસના ઉત્તર પ્રદેશના પ્રભારી મધુસુદન મિસ્ત્રીના સફરને જોઇએ તો તેમનો રસ્તો પણ ભાજપના ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી અમિત શાહના રૂટ પર છે. જેને સંયોગ કહેવામાં આવશે કે પછી નિર્ધારિત કાર્યક્રમ, પરંતુ વાસ્તવિકતા એ જ છે કે કોંગ્રેસના યુપી ચૂંટણી કાર્યક્રમ ભાજપના ચૂંટણી અભિયાનથી સંપૂર્ણ રીતે પ્રેરિત છે.

English summary
In charge of UP Congress madhusudan mistry will go in the same route of BJP's amit shah.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X