મિઝોરમમાં કોંગ્રેસ 25 થી વધુ સીટો જીતશે, કોંગ્રેસ રાજ્ય અધ્યક્ષનો મોટો દાવો
કોંગ્રેસના મિઝોરમ અધ્યક્ષ લાલસાવતા મોટો દાવો કર્યો છે અને 7 નવેમ્બરે યોજાનારી મિઝોરમ ચૂંટણીમાં 40 માંથી ઓછામાં ઓછી 25 વિધાનસભા બેઠકો પર કોંગ્રેસની જીતનો દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે, સત્તા મેળવ્યા પછી તેમની પાર્ટી ભ્રષ્ટાચારને ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને સુશાસન લાવવા માટે સુધારાત્મક પગલાં ભરશે.

લાલસાવતાએ એક મુલાકાતમાં દાવો કર્યો કે, માત્ર કોંગ્રેસ જ મિઝોરમને નાણાકીય ગેરવહીવટમાંથી બહાર કાઢી શકે છે. તેમણે વચન આપ્યું કે, જો કોંગ્રેસ સત્તામાં આવશે તો જૂની પેન્શન યોજના શરૂ કરશે.
તેમણે આગળ કહ્યું કે, ચૂંટણી પ્રચાર ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે અને અમને લોકોનું સમર્થન મળી રહ્યું છે. રાજ્યના વિવિધ ભાગોમાંથી આવી રહેલા સમાચારો અનુસાર અમને 26 બેઠકો મળી શકે છે. ઓછામાં ઓછી 25 બેઠકો તો કન્ફર્મ છે.
જણાવી દઈએ કે, કોંગ્રેસ તમામ 40 સીટો પર ચૂંટણી લડી રહી છે. 2018ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે પાંચ બેઠકો જીતી હતી. હાલમાં જ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું અને શાસક મિઝો નેશનલ ફ્રન્ટમાં જોડાયા હતા.
જો કોંગ્રેસને બહુમતી મળે તો મુખ્યમંત્રી પદના મુખ્ય દાવેદાર ગણાતા લાલસાવતાએ દાવો કર્યો કે, MNF અને મુખ્ય વિપક્ષી પાર્ટી જોરમ પીપલ્સ મૂવમેન્ટ બંને ભાજપ સાથે ગઠબંધન કરવા માગે છે.
તેમણે કહ્યું કે, રાજ્યના લોકોને આ પસંદ નથી. મિઝો લોકો ખૂબ જ ધાર્મિક છે અને રાજ્યની 80 ટકાથી વધુ વસ્તી ખ્રિસ્તી છે. તે ધાર્મિક સ્વતંત્રતા ઈચ્છે છે અને ભાજપની હિંદુત્વ વિચારધારાને કારણે તેમને પસંદ નથી. લોકો જાણે છે કે કોંગ્રેસની સરકાર બનશે ત્યારે જ ધાર્મિક સ્વતંત્રતા સુનિશ્ચિત થશે.












Click it and Unblock the Notifications
