કોંગ્રેસ કાર્યકર્તાઓનું બીજેપી કાર્યાલય બહાર 'આઇના દિખાઓ' પ્રદર્શન

સતત મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસને ઘેરનારી ભાજપા આજે પોતે ઘેરાઇ ગઇ. આજે યુથ કોંગ્રેસના કાર્યકર્તા બીજેપી પર હુમલો કરવા અશોક રોડ સ્થિત બીજેપી ઓફિસની બહાર હાથમાં અરિસો લઇને પ્રદર્શન કર્યું હતું.
કોંગ્રેસ કાર્યકર્તાઓએ પ્રધાનમંત્રીના રહેઠાણસ્થાને થોડા દિવસ પહેલા બીજેપીના પ્રદર્શનના વિરોધમાં આ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસે પોતાના આ વિરોધ પ્રદર્શનનું નામ 'આ દિઆઓ પ્રદર્શન' રાખ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભાજપને ભ્રષ્ટાચારના મુદ્દે હોબાળો કરવાનો અધિકાર નથી.
યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કે બીજેપીએ પોતે અરિસો જોવાની જરૂર છે કારણે કે તેઓ સંસદમાં ચર્ચા કરવાથી ભાગી રહ્યા છે. ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના મહામંત્રી વિજય ઉપાધ્યાયના નેતૃત્વમાં આ ધરણા પ્રદર્શન કર્યું. ઉપાધ્યાયે જણાવ્યું કે બીજેપી ગૃહમાં ચર્ચા કરતી નથી અને સંસદની બહાર હોબાળો કરે છે.












Click it and Unblock the Notifications
