For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોમેડિયન ભારતી સિંહની હત્યાનું છડયંત્ર? સુધીર સુરીના હત્યારાની કારમાંથી ફોટો મળ્યા!

શિવસેના નેતા સુધીર સુરીના હત્યારાને લઈને ચૌકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, સુધીર સુરીને ગોળી મારનાર વ્યક્તિ પાસેથી કોમેડિયન ભારતી સિંગનો ફોટો મળી આવ્યો છે.

By Desk
|
Google Oneindia Gujarati News

શિવસેના નેતા સુધીર સુરીના હત્યારાને લઈને ચૌકાવનારા સમાચાર આવી રહ્યા છે. મળતી વિગતો અનુસાર, સુધીર સુરીને ગોળી મારનાર વ્યક્તિ પાસેથી કોમેડિયન ભારતી સિંગનો ફોટો મળી આવ્યો છે. ભારતી સિંહ ઉપરાંત તેની પાસેથી અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોર્ચાના અધ્યક્ષ મનિંદરજીત સિંહ બિટ્ટાના પણ ફોટો મળ્યા છે. આ ફોટો મળ્યા બાદ પોલીસ સતર્ક થઈ ગઈ છે.

Bharti Singh

અમૃતસરમાં શુક્રવારે શિવસેના નેતા સુધીર સુરીની ગોળી મારી હત્યા કરી હતી. પોલીસે ગોળી મારનાર વ્યક્તિની ઓળખ કરી લીધી છે. આરોપીનું નામ નામ સંદીપ સિંહ ઉર્ફે સની છે. તેની કપડાની દુકાન છે. સંદીપે મંદિર સામે ધરણા પર બેઠેલા સુધીર સુરીને ગોળી મારી હતી.

શિવસેના નેતા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં તે સુરક્ષા કોર્ડન તોડવામાં સફળ રહ્યો હતો. સંદીપ સુરીને લાયસન્સવાળા હથિયારથી પાંચ ગોળી મારવામાં આવી હતી. ઘટના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબ પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે જ્યારે ફાયરિંગની ઘટના બની ત્યારે સુરી સાથે કેટલા સુરક્ષાકર્મીઓ હાજર હતા.

પોલીસને તપાસ દરમિયાન આરોપી સંદીપ સિંહની કારમાંથી મનીન્દરજીત સિંહ બિટ્ટા અને ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ ભારતી સિંહની તસવીરો મળી છે. તસવીર મળી આવ્યા બાદ હવે એક નવો વળાંક સામે આવ્યો છે. કોમેડિયન ભારતી સાથેના સંપર્ક અંગે પણ વ્યક્તિની તપાસ કરવામાં આવી રહી છે.

English summary
Conspiracy to kill comedian Bharti Singh?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X