"કાશ્મીર તો રહેશે પાકિસ્તાન નહી રહે" કહેનાર કોણ હતો વાંચો અહીં

ઉરી આતંકી હુમલા પછી સોશ્યલ મીડિયામાં એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક સૈનિક પાકિસ્તાનને આડે હાથે લેતા સ્પષ્ટ રૂપે કહી રહ્યો હતો કે "કાશ્મીર તો રહેશે પણ પાકિસ્તાન નહીં રહે." ત્યારે આવું કહેનાર વ્યક્તિનું નામ છે હેડ કોન્સ્ટેબલ મનોજ ઠાકુર. જેમણે વીડિયોમાં જોશ ભરેલી એક કવિતા કહી છે.

Constable Manoj Thakur thanks people patriotic video uri terror attack

ફેસબુક અને ટ્વિટર અને વોટ્સઅપ જેવા સોશ્યલ મીડિયા પર શેયર થનાર આ વીડિયોને જોઇને અનેક લોકો હેડ કોન્સ્ટેબલ મનોજ ઠાકુરને ઓળખવા લાગ્યા છે. પોતાના આ વીડિયોની સફળતા પછી મનોજ ઠાકુરે લોકોનો આભાર માન્યો છે.

વધુમાં મનોજ ઠાકોરે જણાવ્યું છે કે "હું લોકોના પ્રેમ માટે આભારી છું અને મનથી તેમનો આભાર માનું છું. દેશપ્રેમ અંદરથી જ આવે છે. અને તે કોઇએ શીખવાડવો નથી પડતો. હું મારી ભારત માતાની રક્ષા કરવા માટે કંઇ પણ કરવા માટે તૈયાર છું અને અને તે લોકોને પાઠ ભણાવવા માટે પણ તૈયાર છું જે મારી માતૃભૂમિ પર આંખો ઉઠાવીને જોવાની હિંમત કરે છે."

નોંધનીય છે કે મનોજ ઠાકુરે આ વીડિયો કારગિલ દિવસના રોજ એટલે કે 25 જુલાઇ 2016ના રોજ અપલોડ કર્યો હતો. અને મનોજ હાલ સિરમૌરના છઠ્ઠી આઇ.આર.બી બટાલિયન કોલરમાં હેન્ડ કોન્સ્ટેબલ તરીકે કામ કરી રહ્યા છે.

પરિચય

  • હિમાચલ પ્રદેશના કથોગન ગામનામાં 23 એપ્રિલ, 1983માં એચ.સી.મનોજ ઠાકુરનો જન્મ થયો હતો.
  • તેમને નાનપણથી જ વીરરસ વાળી કવિતાઓ લખવાનો શોખ છે.
  • હાલ તે હિમાચલ પ્રદેશના કિન્નૌર ક્ષેત્રે ફરજ બજાવી રહ્યા છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X