પંજાબમાં રાષ્ટ્રપતિ શાસનની માંગ મુદ્દે સીએમ માનનું નિવેદન, કહ્યું- રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નિયંત્રણમાં

એક તરફ બીજેપી શાસિત રાજ્ય મણિપુણ સળગી રહ્યું છે તો બીજી તરફ પંજાબમાં રાજયપાલ બનવારીલાલ પુરોહિત વ્યવસ્થા ઠીક ન હોવાનું કહીને રાષ્ટ્રપતિ શાસનની માંગ કરી રહ્યા છે. હવે સીએમ માને આનો જવાબ આપ્યો છે.

મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત વચ્ચેની ખેંચતાણ વચ્ચે રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી આપી હતી. આ મુદ્દે સીએમ ભગવંત માને કહ્યું કે, પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.

Bhagwant maan

જણાવી દઈએ કે સીએમ ભગવંત માને પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજ્યપાલે શાંતિપૂર્ણ પંજાબના લોકોને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ધમકી આપી છે. રાજ્યપાલે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉઠાવ્યા છે.

રાજ્યપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ભગવંત માને જણાવ્યુ કે, જ્યારથી પંજાબમાં અમારી સરકાર આવી છે ત્યારથી AAP સરકારે ઘણું કામ કર્યું છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ 41 કિલો હેરોઈન ઝડપાયું છે. AAP રાજ્યમાં સત્તામાં આવી ત્યારથી 753 ગૈંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે. 786 હથિયારો અને વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, આ દિવસોમાં પંજાબના ગવર્નર અને સીએમ ભગવંત માન વચ્ચે તણાવ વધ્યો છે. રાજ્યપાલે મુખ્યમંત્રીને પત્ર મોકલીને ચેતવણી આપી છે કે જો તેમના પત્રનો જવાબ નહીં આપવામાં આવે તો તેઓ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી શકે છે. આ સાથે તેમણે કહ્યું કે ફોજદારી કાર્યવાહી પણ શરૂ કરી શકે છે.

પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે ભારતીય બંધારણની કલમ 365, ભારતીય દંડ સંહિતાની કલમ 124 હેઠળ અંતિમ પગલાં લેવાની સલાહ આપી છે. જેના પર પંજાબની AAP સરકારના સીએમ ભગવંત માને પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની રાજ્યપાલની ધમકીની આકરી ટીકા કરી અને કહ્યું કે તેને બદલે મણિપુર અને હરિયાણામાં જોવુ જોઈએસ જ્યાં હિંસાને કારણે ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X