TMC સાંસદે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર કરી વાંધાજનક ટિપ્પણી, લોકસભામાં હોબાળો
ટીએમસી સાંસદ સૌગત રાયે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશે વિવાદિત ટિપ્પણી કરી જેના પર જોરદાર હોબાળો થયો.
નવી દિલ્લીઃ સંસદનુ ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયુ. કોરોના મહામારીના કારણે આ વખતે સત્ર વિલંબથી શરૂ થઈ રહ્યુ છે. સત્ર શરૂ થતા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત 34થી વધુ પૂર્વ સાંસદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ જીડીપી અને ચીન સીમા વિવાદ વિશે જોરદાર ચર્ચા શરૂ થઈ. આ દરમિયાન ટીએમસી સાંસદ સૌગત રાયે નાણામંત્રી નિર્મલા સીતારમણ વિશે વિવાદિત ટિપ્પણી કરી જેના પર જોરદાર હોબાળો થયો.

વાસ્તવમાં નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ-23 પર પહોંચી ગયો. કેન્દ્ર સરકાર આને એક્ટ ઑફ ગૉડ ગણાવી રહી છે. એવામાં સંસદની કાર્યવાહી શરૂ થતા જ નાણામંત્રી નિર્મલા સીતારમણ વિપક્ષના નિશાના પર આવી ગયા. વિપક્ષ તેમની નીતિઓને જીડીપી ગ્રોથ રેટમાં ઘટાડા માટે જવાબદાર માની રહ્યા છે. લોકસભામાં ચર્ચા દરમિયાન ટીએમસી સાંસદ સૌગત રાયે નાણામંત્રી વિશે વિવાદિત ટિપ્પણી કરી જેના પર એનડીએ સાંસદોએ જોરદાર હોબાળો કર્યો.
આ મામલે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે નાણામંત્રી એક મહિલા છે માટે તેમના વ્યક્તિગત પોષાક પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. એક વરિષ્ઠ સભ્ય હોવાના નાતે પણ સૌગત રાય આવી વાત કરી રહ્યા છે. તેમણે વિના શરત માફી માંગવી જોઈએ. આ મહિલાઓ પ્રત્યે અપમાન છે. વિવાદ વધતો જોઈ સ્પીકર ઓમ બિડલા પણ એક્શનમાં આવ્યા અને તેમણે આ ટિપ્પણને રેકોર્ડમાંથી હટાવી દીધી.












Click it and Unblock the Notifications
