• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિવાદિત છે, યુપીના નવા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ?

ગોરખપુરથી સાસંદ મહંત આદિત્યનાથ હવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. યોગી આદિત્યનાથના નામ સાથે અને ક વિવાદો જોડાયેલાં છે.
By Shachi
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ના નેતા મહંત આદિત્યનાથ ઉર્ફે અજય સિંહ નેગી હવે ઉત્તર પ્રદેશ ની મુખ્યમંત્રીની ખુરશી પર બિરાજમાન છે. યોગી આદિત્યનાથ તેમના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે, આમ છતાં રાજકારણમાં તેમની છબિ પર આની ખાસ નકારાત્મક અસર થઇ નથી. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી દરમિયાન જ નારા લાગવા માંડ્યા હતા, પ્રદેશમાં યોગી, દેશમાં મોદી! ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે જોડાયેલાં વિવાદો અને તેમના ચર્ચાસ્પદ નિવેદનો પર એક નજર નાંખીએ.

શાહરૂખ અને હાફિઝની કરી હતી તુલના

શાહરૂખ અને હાફિઝની કરી હતી તુલના

 • વર્ષ 2015ના નવેમ્બરમાં શાહરૂખ ખાને પોતાના જન્મદિવસે કહ્યું હતું કે, દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. શાહરૂખના આ નિવેદન બાદ દેશના ઘણા નેતાઓએ તેમની પર પ્રહારો કર્યા હતા. તે સમયે યોગી આદિત્યનાથે શાહરૂખ ખાન અને હાફિઝ સઇદના નિવેદનોને એક સરખા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, હિંદુઓ જો શાહરૂખ ખાનની ફિલ્મો જોવાનું છોડી દે, તો તેમને રસ્તે રઝળવાનો વારો આવશે. શાહરૂખે એ સમજવું જોઇએ કે જો હિંદુઓ તેમની ફિલ્મ જોવાનું છોડી દે તો શું થશે.
 • વર્ષ 2015માં જ એપ્રિલમાં તેમણે હરિદ્વારમાં 'હર કી પૌડી' પર હિંદુ સિવાયના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવાની વાત કહી હતી.
 • દાદરી કાંડ પર ટિપ્પણી

  દાદરી કાંડ પર ટિપ્પણી

  • નોઇડાના દાદરી કાંડ પર આદિત્યનાથે કહ્યું હતું કે, યુપીના કેબિનેટ મંત્રી આઝમ ખાને સંયુક્ત રાષ્ટ્ર જવાની વાત કરી છે. તેમને બરખાસ્ત કરવા જોઇએ. મેં આજે જ વાંચ્યુ કે, અખલાખ પાકિસ્તાન ગયો અને ત્યાંથી પરત ફર્યા બાદ તેની પ્રવૃત્તિઓમાં પરિવર્તન જોવા મળ્યું. શું સરકારે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તે પાકિસ્તાન કેમ ગયો હતો?
  • યોગ દિવસના પ્રસંગે તેમનો વિરોધ કરનારા લોકોને આદિત્યનાથે કહ્યું હતું કે, જે લોકો યોગનો વિરોધ કરી રહ્યાં છે, તેમણે ભારત છોડી દેવું જોઇએ અને જેમને સૂર્ય નમસ્કાર સામે આપત્તિ હોય તેમણે સમુદ્રમાં ડૂબી મરવું જોઇએ.
  • મુસ્લિમ આબાદી પર ટિપ્પણી

   મુસ્લિમ આબાદી પર ટિપ્પણી

   આદિત્યનાથે ઓગસ્ટ, 2015માં કહ્યું હતું કે, મુસ્લિમોનો પ્રજનન દર વધુ છે, જેનાથી જનસંખ્યામાં અસંતુલનની સ્થિતિ આવી શકે છે. વર્ષ 2015માં જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આર્યાવર્તે આર્ય બનાવ્યા, હિંદુસ્તાનમાં અમે હિંદુ બનાવીશું. અમે આખી દુનિયા પર ભગવો ઝંડો લહેરાવીશું.

   લવ જિહાદ પર યોગીનો વીડિયો થયો હતો વાયરલ

   લવ જિહાદ પર યોગીનો વીડિયો થયો હતો વાયરલ

   • વર્ષ 2014માં આદિત્યનાથનો વીડિયો વાયરલ થયો હતો, જેમાં રેલી સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે, જો કોઇ મુસલમાન યુવક એક હિંદુ યુવતીનું ધર્મ પરિવર્તન કરાવે તો તેના બદલામાં હિંદુઓએ 100 યુવતીઓનું ધર્મ પરિવર્તન કરાવવું જોઇએ. ઉપલબ્ધ જાણકારી અનુસાર, વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં યોગી આદિત્યનાથે આઝમગઢમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રમાકાંત યાદવની ચૂંટણી સભામાં આ ચર્ચાસ્પદ નિવેદન કર્યું હતું.
   • ફેબ્રુઆરી 2015માં આદિત્યનાથે કહ્યું હતું કે, જે તેમને તક મળી તો તેઓ દેશની તમામ મસ્જિદમાં ગૌરીપુત્ર ગણેશની મૂર્તિઓ સ્થાપિત કરી દે.
   • મસ્જિદ જાણે આપણને ચિડવે છે

    મસ્જિદ જાણે આપણને ચિડવે છે

    • આદિત્યનાથે વારાણસીમાં કહ્યું હતું કે, 'કાશી વિશે કહેવાય છે કે, આ દુનિયાની સૌથી પ્રાચીન નગરી છે. જ્યારે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન માટે આવીએ છીએ ત્યારે જ્ઞાનવાપી મસ્જિદ જાણે આપણને સૌને ચિડવે છે.'
    • યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, મક્કમાં મુસલમાન સિવાય કોઇને પ્રવેશ નથી. વેટિકન સિટીમાં ઇસાઇ સિવાય કોઇને પ્રવેશ નથી. જ્યારે આપણે ત્યાં સૌ કોઇ આવી શકે છે. વેટિકન સિટીએ મધર ટેરેસાને સંત જાહેર કર્યાં, પરંતુ વિદેશી ભારતીય સંતોને તેઓ નીચી નજરે જુએ છે.
    • અહીં વાંચો

     અહીં વાંચો

     'યોગી દ્વારા હિંદુત્વની રાજનીતિ રમી રહ્યું છે ભાજપ''યોગી દ્વારા હિંદુત્વની રાજનીતિ રમી રહ્યું છે ભાજપ'

English summary
Controversies related to New cm of Uttar Pradesh Mahant Adiyanath.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X