Karnataka Election : ટિકિટને લઈને કર્ણાટક બીજેપીમાં મહાભારત, જાણો શું કહ્યું મહાસચિવ સીટી રવિએ?
કર્ણાટકમાં બીજેપી ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે અને બીજી યાદીની રાહ જોવાઈ રહી છે. જો કે પહેલી યાદી આવતાની સાથે જ પાર્ટીમાં જ વિવાદો શરી થઈ ગયા છે. બીજેપીએ પોતાની પહેલી 189 ઉમેદવારોની યાદીમાં 52 નવા ઉમેદવારોને મેદાનમાં ઉતારાયા છે. બીજેપીએ આ યાદીમાં 11 જીતેલા ઉમેદવારોના પત્તા કાપ્યા છે.
ઉમેદવારોની પહેલી યાદી જાહેર થયા બાદ ટિકિટ ન મળતા નારાજ નેતા અને ધારાસભ્યોના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા છે. બીજી તરફ બીજેપી નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું કે બીજેપી નવા પ્રયોગો કરતી રહે છે.

સીટી રવિએ કહ્યું કે, મને ઉમેદવાર બનાવવા બદલ હું બીજેપીનો આભારી છું. પાર્ટીએ આ ચૂંટણીમાં લડવા તેની પ્રથમ યાદીમાં 52 નવા લોકોને તક આપી છે. સીટી રવિએ કહ્યું કે, બીજેપીને એક અલગ પ્રકારની પાર્ટી કહેવામાં આવે છે, કારણ કે તે સતત પ્રયોગો કરે છે. રાજ્યમાં પાયાના સ્તરે ભાજપ મજબૂત છે.
આ સિવાય ઉમેદવાર સીટી રવિએ જણાવ્યું કે, 20 એપ્રિલ સુધીમાં ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવશે.
બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે યાદી જાહેર કરતા જણાવ્યું કે, આ યાદીમાં 8 મહિલા, 9 ડોક્ટર, 5 વકીલ, 1 નિવૃત્ત આઈપીએસ અધિકારી, 3 નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને 8 સામાજિક કાર્યકરોનો સમાવેશ થાય છે. 52 નવા ચહેરાઓને ટિકિટ આપીને કાર્યકરોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.












Click it and Unblock the Notifications
