ઓવૈસીએ લોકસભામાં જય પેલેસ્ટાઈનનો નારો લગાવતા વિવાદ, પ્રોટેમ સ્પીકરની મોટી કાર્યવાહી
18મીં લોકસભાનું પહેલુ સત્ર શરૂ થતા જ વિવાદો સામે આવી રહ્યાં છે. સાંસદોના શપથગ્રહણ દરમિયાન સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જય ફિલિસ્તાનનો નારો લગાવતા મોટો વિવાદ સર્જાયો છે.
AIMIM અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી શપથ લેવા માટે લોકસભા પહોંચ્યા ત્યારે તેમણે શપથ લીધા બાદ જય પેલેસ્ટાઈનના નારા લગાવ્યા હતા, ત્યારબાદ મોટો હોબાળો થયો. હવે પ્રોટેમ સ્પીકરે સંસદની કાર્યવાહીમાંથી આ શબ્દ હટાવી દીધો છે.

લોકસભાના અધ્યક્ષની જવાબદારી સંભાળી રહેલા રાધા મોહન સિંહે સભ્યોને ખાતરી આપી કે શપથ સિવાય બીજું કંઈ રેકોર્ડમાં નહીં જાય. થોડીવાર સુધી હંગામો ચાલુ રહ્યા બાદ શપથ ગ્રહણ સમારોહ ફરી શરૂ થયો.
પ્રોટેમ સ્પીકર ભર્તૃહરિ મહતાબ ટૂંક સમયમાં સ્પીકર પદ પર પાછા ફર્યા અને કહ્યું કે માત્ર શપથ અથવા પ્રતિજ્ઞા રેકોર્ડ કરવામાં આવી રહી છે.
વિવાદ બાદ AIMIM અધ્યક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, દરેક વ્યક્તિ ઘણું બધું કહી રહ્યો છે. મેં ફક્ત કહ્યું કે, જય ભીમ, જય મીમ, જય તેલંગાણા, જય પેલેસ્ટાઈન. આ કેવી રીતે વિરુદ્ધ છે, બંધારણમાં જોગવાઈઓ બતાવો. તમારે પણ મહાત્મા ગાંધીએ પેલેસ્ટાઈન વિશે શું કહ્યું તે સાંભળવું જોઈએ.












Click it and Unblock the Notifications
