અલ્હાબાદ હાઇકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: ફક્ત લગ્ન માટે ઇસ્લામ અપવાનો ગેરકાનૂની

અલ્હાબાદ, 20 ડિસેમ્બર: ધર્માંતરણને લઇને ચાલી રહેલી ગરમાગરમી વચ્ચે ઐતિહાસિક ચૂકાદો આવ્યો છે. પોતાના ચૂકાદામાં હાઇકોર્ટે કહ્યું કે ફક્ત લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવું અવૈધ છે. એવામાં પ્રેમ લગ્ન પણ શૂન્ય છે. હાઇકોર્ટે કહ્યું કે ફક્ત વિશ્વાસ અને આસ્થાના આધાર પર જ ધર્મ પરિવર્તન કરવામાં આવી શકે છે. ન્યાયમૂર્તિ એસ પી કેસરવાની એકલ પીઠે નૂરજહાં અને અન્યની અરજીઓ પર સુનાવણી કરતાં આ ચૂકાદો આપ્યો હતો.

કોર્ટે કહ્યું કે ઇસ્લામમાં વિશ્વાસના આધાર પર ધર્મ પરિવર્તન કરી શકાય છે, પરંતુ મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ કબૂલ કરવો અવૈધ છે. જો કે 5 જોડાઓએ ધર્મ કરીને લગ્ન કર્યા હતા અને તેમણે પોતાના જીવનું જોખમ બતાવી કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે તેમને સુરક્ષા પુરી પાડવામાં આવે. આ છોકરીઓ સિદ્ધાર્થનગર, દેવરિયા, કાનપુર, સંભલ અને પ્રતાપગઢ જિલ્લાની છે.

allahabad-highcourt

કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચૂકાદાનો હવાલો આપતાં કહ્યું કે કુરાનમાં પણ આ પ્રકારના ધર્મ પરિવર્તન અને નિકાહને માન્યતા આપવામાં આવી નથી. લિલી થોમસ કેસમાં સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં કહેવામાં આવ્યું છે કે પવિત્ર કુરાનના સૂરા-2 આયાત 221 હેઠળ આવા નિકાહ અવૈધ છે. આ સાથે જ અલ્હાબાદ હાઇકોર્ટે આ પાંચેય છોકરીઓને સુરક્ષા આપવાની મનાઇ કરી દિધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X