ઇસ્લામ અપનાવો અને સરકારી નોકરી મેળવો

દિલ્હીમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ સરકારી નોકરીનું વચન આપીને જબરજસ્તી ધર્માંતરણ કરાવતો હતો. તેણ લોકોને પૈસાની પણ લાલચ આપી હતી. ઘણા લોકોએ પોલીસ પાસે ફરિયાદ કરી હતી અને તેની પોલ ખુલી ગઇ હતી.

આરોપીની ઓળખ મોહમ્મદ કલીમ (28) તરીકે થઈ છે. તેણે દિલ્હીના ચાંદની મહેલ પોલીસ સ્ટેશન વિસ્તારના તુર્કમાન ગેટ પર બનેલા નાઈટ શેલ્ટરના કેરટેકર સંદીપ સાગર પર ઈસ્લામ ધર્મ અપનાવવા દબાણ કર્યું છે. તે તેને સતત પૈસાની લાલચ આપી રહ્યો હતો. તેમજ તેને સરકારી નોકરી અપાવવાની વાત કરી હતી.

love

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી હિન્દુ ધર્મ વિશે ખોટી વાતો કરતો હતો અને પછી લોકોને YouTube પર ધાર્મિક વીડિયો બતાવીને હિન્દુ ધર્મનો બહિષ્કાર કરવાનું કહેતો હતો. જેના પર તેની સામે 9 જૂનના રોજ IPCની કલમ 153A અને 295A હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં ડીસીપી સેન્ટ્રલ સંજય કુમાર સૈને જણાવ્યું હતું કે, આરોપી બારાબંકીનો રહેવાસી છે. તેણે કમ્પ્યુટર સાયન્સમાં B.Tech કર્યું છે.

તેના મોબાઈલની તપાસમાં શંકાસ્પદ સામગ્રી મળી આવી હતી. તેની સામે કુલ ત્રણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી. હાલ તેમની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

આ જ કેસમાં દિલ્હી ભાજપ ચીફ વીરેન્દ્ર સચદેવાએ જણાવ્યું છે કે, નાઈટ શેલ્ટરના કેરટેકર સંદીપ સાગરે તેમને જણાવ્યું હતું કે, આરોપીઓએ નાઈટ શેલ્ટરમાં રહેતા સંજીવ કુમારનું ધર્માંતરણ કર્યું હતું. તેનું નામ પણ બદલીને અબ્બાસ રાખ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X