For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ: પાયાવિહોણી અટકળો ન કરો, મૃતકોની ગરીમાં જાળવો: ભારતીય વાયુસેના

તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિ

|
Google Oneindia Gujarati News

તમિલનાડુના કુન્નુર જિલ્લામાં લશ્કરી હેલિકોપ્ટર ક્રેશની ઘટનામાં CDS બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 સૈનિકોના મોત થયા હતા. આ ઘટનાથી દેશની જનતા સંપૂર્ણપણે આઘાતમાં છે.

Bipin Rawat

ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવતનુ હેલિકોપ્ટર ક્રેશમાં નિધન થયા બાદ કરોડો દેશવાસીઓને સવાલ સતાવી રહ્યો છેકે આખરે આ અકસ્માત સર્જાયો કેવી રીતે. જનરલ રાવત મુસાફરી કરવાના હોવાથી ભારતીય વાયુસેનાએ તમામ તકેદારી લીધી હોય તે સ્વાભાવિક છે. આ ઉપરાંત આ અત્યાધુનિક હેલિકોપ્ટર હતુ. આ સંજોગોમાં અકસ્માતનુ કારણ શું છે તે જાણવુ જરૂરી બન્યુ છે.

દરમિયાન ભારતીય વાયુસેનાએ કહ્યુ છે કે, દુર્ઘટનાના કારણ જાણવા માટે એક ઈન્કવાયરી શરુ કરાઈ છે અને બહુ ઝડપથી તપાસ કરવામાં આવશે. વાયુસેનાએ વધુમાં કહ્યુ છે કે 8 ડિસેમ્બરે જે હેલિકોપ્ટર ક્રેશ થયુ હતુ તે માટે સેનાની ત્રણે પાંખ દ્વારા એક સંયુક્ત ઈન્કવાયરી કરવામાં આવશે અને તથ્ય બહુ જલ્દી સામે આવશે, ત્યાં સુધી મૃતકોની ગરિમાનુ સન્માન કરવા માટે પાયા વગરની અટકળો કરવાથી તમામે દુર રહેવુ જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનુ બ્લેક બોક્સ કબ્જે કરવામાં આવ્યુ છે અને તેના કારણે આ અકસ્માત કેવી રીતે સર્જાયો તે જાણવામાં મદદ મળશે. જનરલ રાવત સહિત આ અકસ્માતમાં નિધન પામેલા જાંબાઝોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.

English summary
Coonoor helicopter crash: Don't speculate baseless, keep dead in the grave: Indian Air Force
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X